Published By : Parul Patel
- ભરૂચ ને જરૂર છે આવા સનિષ્ઠ અને સક્રિય B.B.JAGDISHVALA જેવા 5-50 જાગૃત નાગરિકો ની…
- “એક અકેલા સો કો ભારી” પણ 100 આવાભારી મળે, તો ભલ ભલા પણ ભાગે,તો આ તો મત યાચક,પ્રજાના મતને આધિન આપણા ટેમ્પરરી જન પ્રતિનિધિઓ જ છે…
- ભરૂચની જનતાને જગાડવું જેટલું કઠિન છે, એટલું ભ્રષ્ટાચારીઓ કે ગેરવહીવટ કર્તાઓને ભગાડવું-જગાડવું કઠિન નથી જ નથી…જાગો ભરુચિઓ જાગો…

25 વર્ષ સુધી એક મીડિયા-ચોથી જાગીર તરીકે,ભલે ભાજપ તરફીનું સાચું-ખોટું લેબલ લાગ્યું હોય તેમ છતાં પ્રજાના પક્ષને,અવાજ ને,પીડા ને-દર્દને વાચા આપી આપીને ચેનલ નર્મદાએ બહુ વગોવાયેલા ગણાતા-કહેવાતા વ્યવસાયમાં-કળયુગી કાળમાં પણ પ્રજામાં એક આગવી જગ્યા બનાવી છે,એ અમારા સદભાગ્ય છે. અસનખ્ય એવા બનાવો સામે,જાણમાં આવ્યા છે,જેમાં પ્રજાએ ખોટા કામો કરનારાઓને અથવા કામો નહીં કરનારાઓ ને “બોલવું ચેનલ નર્મદા ને??” જેવી ધમકી આપીને પણ નાના મોટા સાચા ને સારા કામો જાતે જ સરખા કરાવી લીધા છે.
એટલુંજ નહીં, ખુદ ભાજપના જ વિશાળ નેતા ગણમાં પણ અમારા પ્રતિ છુપા અણગમો,નફરત અને દ્વેષપૂર્ણ વ્યવહાર વચ્ચે અમારા વિરોધનો એવો તો કડવો અનુભવ કર્યો છે કે વાત જ ના પૂછો….પણ એ વાતો પછી ક્યારેક વિગતે…પણ કઠિન પથ પર શક્ય પ્રયાસો ચેનલ નર્મદાએ પ્રજાના અવાજને વાચા આપવાના કર્યા જ છે…ઘણું બધું ગુમાવીને પણ,પ્રજાના હૃદયમાં એક આગવું સ્થાન તો મળ્યું જ છે.
મારા ડ્રિમ પ્રોજેકટ એવા પાંચબત્તીથી શક્તિનાથ અંડર પાસ રોડ ને પહોળો, RCC નો અને ડબલ ટ્રેક કરવાની ઝુંબેશ ને તત્કાકીન ધારાસભ્યની મદદથી થોડી ગતિ મળી હતી જેને RCC ના બદલે વ્યક્તિગત દ્રષ્ટિકોણ ને સ્વીકારી પેવર્સ સાથે પહોળો અને વરસાદી પાણી ના નિકાલ સાથેનો બનાવવાનો ભગીરથ પુરુષાર્થ અત્યારે તો ફળતો દેખાય છે.અનેક અવરોધો વચ્ચે આ કન્સ્ટ્રકશન ઓફ ડ્રેઇન એન્ડ ફિકસીંગ ઓફ પેવર બ્લોક ફ્રોમ પંચબત્તી ટુ રેલવે સબ વે રોડ,ભરૂચ સીટી”ના ટાઇટલ હેઠળ રૂપિયા 2 કરોડ,95 લાખ,30 હજાર 600 નો રોડ ત્રણ વર્ષે આકાર લઈ રહ્યો છે.
આ રોડના કામમાં નગરપાલિકાના તંત્ર ની બેદરકારી,તેમજ કોન્ટ્રાક્ટર અને વર્ક કનસલ્ટનસીની સતત ગેર હાજરીથી થતા કામમાં ટેન્ડર પ્રમાણે કામ થતું ના હોઈ ની ફરિયાદ સાથે ભરૂચના નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર,સિનિયર સીટીઝન એવા બીપીનચંદ્ર બાબુલાલ જગદીસવાળા,રહેવાસી રાજપૂત છાત્રાલય સામે,ભરૂચ એ એક રીતસરની એકલવીર ની અદાથી ઝુંબેશ ઉપાડી છે, શહેરના અને પ્રજાના હિત માં…અને તે પણ જો તેઓ ખોટા પડે, હોય તો પોતાનું પેન્શન કાપી લેવા ની ઓફર સાથે…

આ નાગરિકે આ માટે CM ઓનલાઈન સ્વાગત ફરિયાદ નિવારણમાં પણ લેખિત રજૂઆતો કરી છે…આ સનિષ્ઠ માણસ ને વહીવટી તંત્ર પણ કોઇ અકળ કારણોસર અવગણતું હોય એવો વ્યવહાર એમના પત્ર વ્યવહારમાંથી સ્પષ્ટ થઈ રહ્યો છે…મારા બ્લોગ પછી રજુઆત કરવા તેઓ બધાજ પત્રો અને ભારી ગ્લાની,દર્દ-પીડા સાથે આવ્યા હતા..હા આ એજ ભરૂચની ચિંતા કરનાર માણસ છે જે સિસોટી મેન તરીકે પણ ઓળખાયો છે,ને તંત્ર-નેતાઓ એમને હસી કાઢે છે.પણ માણસ સાચો ને સનિષ્ઠ લાગતા ચેનલ નર્મદાએ એનો અવાજ બ્લોગ માં રજુ કર્યો છે,પેપર્સ પણ pdf માં મુકવા કોશિશ કરીશું,એટલું જ નહીં એમને જોઈતી તમામ મદદ ચેનલ કરવા કટીબદ્ધ છે…
છેલ્લા 3 બ્લોગમાં જેમણે જેમણે પ્રજાને સહયોગ કરવાની જનજગરણની આ ઝુંબેશને પોતે જોડાવા રેડી હોવાનું જણાવ્યું છે એમની એક યાદી અમે તૈયાર કરી રહ્યા છે.આવા યુવાનો,મિત્રો,અનુભવી સિનિયર સિટીઝન્સ.. મને પર્સનલ મોબાઈલ 95865 22666 પર પણ મને વ્યક્તિગત રીતે એમનો સહયોગ જણાવી શકે છે…