Published By : Parul Patel
- ભરૂચ જિલ્લા ભાજપની પનોતી બેઠી છે, કે દુષકર્મોના ફળ પાક્યા છે?? ભ્રષ્ટાચાર અને વ્યભિચારનો એરુ આભડયો છે, કોણ નજર ઉતારશે?? પોલિસ કે પોલીટીસીયન્સ??
- ભરૂચ જિલ્લા ભાજપના એક મોટા મહિલા પદાધિકારીના પ્રેમી સાથે ચુંબન કરતાં, હાર પહેરી લગ્ન દર્શાવતા મીડિયામાં ફોટા વાયરલ…અખબારોના પાને ચમક્યા…
- આખું ભાજપ જાણતું હોવા છતાં આ મહિલાને કોણ છાવરતુ હતું?? મોટા મોટા માથાઓની ડિનર-લંચ માટે ઘરે અવરજવર, હની ટ્રેપ કે બ્લેકમૈલિંગ??
- અગાઉ એકવાર આખો મામલો સાયબર સેલમાં 16/06 એ પહોંચ્યો હોવાનો પણ ઉલ્લેખ…પોલીસે ઓન રેકોર્ડ શું કર્યું?? કોઈ તપાસ ?? મહિલાનું રાજીનામુ કે સસ્પેન્શન??
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જાણે સાડાસાતી પનોતી જ બેઠી છે. હું,બાવો, અને મંગળ દાસ જેવી સ્ટાઇલથી ભરૂચ જિલ્લાનું સંગઠન કોઈ પણ નીતિ મત્તા, યોગ્યતા કે ગુણવત્તા વિના છેલ્લા 2-4 જિલ્લા પ્રમુખોએ માત્ર તારા-મારા અને ‘પોતાના માણસોને’ જ યોગ્યગણીને દરેક નાના મોટા હોદ્દાઓની વહેંચણી કરી દીધી છે. પાર્ટી નહીં, પોતાનું વ્યક્તિગત વર્ચસ્વ અને પોતાના ઉપયોગી-વફાદાર ‘માણસો’ ટેકેદારો કે ‘અંગત કામના’ કાર્યકર્તાઓને નિમણુંક આપીને પક્ષની ઘોર ખોદવાનું જાણે એક ષડ્યંત્ર જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી ચાલ્યું આવી રહ્યું છે. એમા પણ અંગત કમાણીને સહુથી મોટું પ્રાધાન્ય આપવામાં આવે છે. પાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે સરપંચ, સંગઠનનું નાનું પદ હોય કે કોઈ ટિકિટ, આંતરિક હોદ્દા…બસ ક્યાંથી કેટલી અને કેવું આવક મળશે, એના જ હિસાબો પક્ષના સંગઠન ચલાવનારાઓએ માંડ્યા છે…ઠેર ઠેર ઉઘરાણીઓ, હપ્તા, આડા અને ખોટા-ગુન્હાઓ સાથે સંકળાયેલા કામો એ જ કાર્યકર્તા કે નેતાની તિજોરીનો વૈભવ હોય છે. છેલ્લે અંકલેશ્વરમાં જ બોગસ પત્રકાર બની ખંડણી ઉઘરાવવાના કેસમાં પણ બે વ્યક્તિઓ ભાજપ ના હોદ્દેદાર નીકળ્યા…તો છેલ્લે જિલ્લા સંગઠનમાં આદરણીય કહેવાય એવા હોદ્દા પર બેઠેલી મહિલા પ્રમુખનું પ્રેમ પ્રકરણ કહો કે હની ટ્રેપ અખબારો ના પાને અને સોશ્યિલ મીડિયામાં સનસનાટી ફેલાવી ગયું…
તસ્વીર જુઠ ના બોલે…એ તો ઠીક પણ સામ સામે આક્ષેપો કરનાર બેઉ પાર્ટી એ જાણવા મળ્યા મુજબ હજુ કોઈ જ કાયદેસરની FRI દાખલ થઈ નહીં હોવાનું જાણવા મળે છે…આખું ભરૂચ જ નહીં, ગુજરાતની જનતા અને ગુજરાત ભાજપ સુધ્ધા આ વ્યભિચાર વિશે જોઈ જાણી ચૂક્યું હોવા છતાં પાર્ટી એ કોઈ સત્તાવાર પગલું લીધાનું, ના જિલ્લા કક્ષાએ થી, ના પ્રદેશ કક્ષાએ થી કોઈ પેપર પર માહિતી પ્રજા કે અખબાર, મીડિયાને આપવાની તસ્દી લેવાઈ નથી. બલ્કે ગંભીર કિસ્સામાં સંડોવાયેલી મહિલાએ પોતાની રાજકિય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું ગણાવી પીઢ પોલિટીશિયનની અદાથી પાલવ ઝાટકી લીધો છે. આખું ભરૂચ જિલ્લા ભાજપ મૌની બાબાની જેમ ચૂપચાપ તમાસો જોઈ બેસી રહ્યું છે…બેશર્મીની અદાથી જે મોટાં માથાઓ ચૂપ છે, એમને ખબર નથી કે દેશ આખામાં આવા કિસ્સાઓએ ભાજપની આબરૂ, શાખને ભારી નુકસાન પહોચાડ્યું છે…ભ્રષ્ટાચાર પછી હવે વ્યભિચાર જાણે એક સામાન્ય ઘટના હોય એમ પાર્ટી આંખ આડા કાન કરશે તો સારા ઘરના લોકો નેતાઓને ઘરમાં પણ બોલાવતા ખચકાશે, એ પાક્કું…
આજે જ એક પત્રકારે પૂછ્યું કે સાહેબ પેલા કેસમાં આગળ કઇંક પગલાં લેવાયા?? મેં કહ્યું, કોની પાસે પગલાં લેવાની અપેક્ષા રાખો છો?? રાજકિય પક્ષ પાસે?? પગલાં લઈને એ સાબિત કરશે કે કુછ ગલત તો થા..?!! કે પોલીસને નેતાઓ છૂટ આપશે કે ગુન્હો(જાણવા જોગ) નોંધીને સત્ય શોધી કાઢો?? પોતાના ઘરને કોણ ગંદુ બતાવશે?? દ્રશ્યો, શબ્દો અને જે કંઈપણ વાયરલ કે છપાયું છે એ સ્વયં બધું જ બોલે છે…સમજાઈ જાય છે…માટે એજ શોધવાનું છે કે સાચો અને મોટો ગુન્હેગાર, ખેલાડી કોણ છે?? સમાજને કોણ ભ્રષ્ટ કરી રહ્યું છે..? ઘટનામાં સંડોવાયેલ બેઉ પક્ષ સરખા દોષી કે ગુન્હેગાર છે…બે હાથ વિના તાળી પડતી જ નથી…વકીલોએ શોધવાનું છે કોઈ IPC ની કલમો હેઠળ અને કેવો ગુન્હો નોંધી શકાય?? પોલિસ ધારે તે અને તેવું કરી જ શકે છે, પણ ‘ધારવું’ અને આવું ‘ધારેલું’ સત્તાધારીઓ દ્વારા કરવાદેવાની છૂટ-આઝાદી કે પ્રેરણા આપવી એ બહુ અગત્યનું છે…આ વ્યક્તિગત બાબતો તો છે જ, પણ વ્યક્તિઓ જાહેર હિત, જનતા સાથે સીધા સમાજસાથે સંકળાયેલા અને જવાબદાર છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે રાજકારણીઓ છે. હા,આ કોઈ મોટો ક્રાઈમ નથી એ દલીલ કોઈ કરી શકે, આ બેઉ પાત્રોમાંથી કોઈ એક કાયદેસરની ફરિયાદ કરે તો અચૂક સત્ય સનસનાટી ભર્યું સામે આવે…પણ આવી મોટી આશા પાણીમાં આગ લગાડવા-શોધવા જેવી છે. હા, આપણા માનનીય સાંસદ શ્રી આ મામલે એવું જાહેર નિવેદન નહીં જ આપે કે “પક્ષમાં ચાલતાં આવા અનૈતિક કાર્યો-કર્મો-ગુન્હાઓ, પક્ષની ખરડાતી જતી પ્રતિષ્ઠા-બદનામી માટે પ્રશાસન જવાબદાર છે…” એટલે પ્રશાશન પણ ચૂપ રહેવામાં જ ગનીમત સમજે તો ખોટું શું છે?? આમ પણ વળી રાજકારણને વળી નૈતિકતા-ચારિત્ર્ય સાથે ક્યારે નાહવા-નિચોવાના સંબંધો-અસરો આ કળિયુગમાં જોવા મળવા ના છે?? કોર્ટ પણ આમાં કોઈ જાતે નોંધ લઈ તપાસ આપવાની કે માંગવાની નથી…સ્વયં સજ્ઞાન લઈ ને સત્ય શોધવાની નથી, તો કોણ કહે, કે આ બેલ મુજે માર..??!!
પરંતુ ભરૂચ જિલ્લા ભાજપના હાલના (કદાચ બહુ જલ્દી નવું સંગઠન રચાશે, પણ એ પેહલા ઘણું બધું હજુ પોલમ પોલ બહાર આવશે) સંગઠનને એક વધુ ઝટકો આપતી ઘટના બહાર આવી રહી છે…હા, એ પણ ઉચ્ચસ્તર પર ચાલતા વ્યભિચારની…હું મારા મીડિયા કર્મી મિત્રોનો આભાર માનું છે કે બધા એ આ કિસ્સાને ઉજાગર કરવા હિંમતભેર પ્રયાસ કર્યો છે…માત્ર સોશિયલ મીડિયા એ જ નહીં, પ્રિંટ મીડિયા એ પણ ભાજપને જગાડવા કર્તવ્ય પાલન કર્યું છે. મારા બ્લોગ રીડર્સ માટે બધા અખબારોની કલીપ(PDF) જોડી છે…અને સંગઠનના મોવડીઓને ચેતવું છું, કે તમે જાહેર પ્રતિભાઓ છો (પબ્લિક પ્રોપર્ટી), ચેતીને રહો, મર્યાદામાં રહો, (શહેરનો પ્રથમ નાગરિક નશામાં મસ્ત બની ભલે વિદેશની ભૂમિ પર નાચે, એનું વ્યક્તિગત જીવન છે, પણ સોશિયલ મીડિયામાં જ્યારે મૂકે, મોકલે ત્યારે એ ધરાર ઔચિત્ય ભંગ અને વિકૃત માનસિકતા જાહેર કરે છે)
અખૂટ સત્તા, રૂપિયો ભલે ભોગવો, પણ એ સામાન્ય જનતા કે સમાજના ભોગે, ગુન્હાઓ…અપકૃત્યો કરીને તો નહીં જ…ચોથી જાગીરના પ્રહરી બધું જ શોધી શકે છે…ક્યારેક પોલીસ પહેલા પણ…અને તટસ્થ ભાવે પણ…ભલે બધા એવા ના હોય, પણ ઘણા આવા હોય છે. મારી પર પોતાના અંતર્ગત વર્તુળોમાં કે જાહેરમાં “નરેશ ભાઈ ભાજપ પાછળ પડ્યા છે” ના આક્ષેપો કરનારને, એવું સમજનારને હું ઘણું કહી શકું છું, રોકડું અને કહીશ પણ ચોક્કસ 1984 થી, હું ભાજપ સાથે છું…ભાજપ કે ભરૂચમાં વ્યક્તિગત કોઈ જ મારું ક્યારેય શત્રુ નહતું, ના હશે, ના રહેશે…હું મારા ચોથી જાગીરના વ્યવસાયને વફાદાર છું, ને રહીશ…હા, જાનના જોખમે પણ લઢીશ…ભાજપ અને મારા સંબંધોની વાતો હવે પછી ક્યારેક પણ પહેલા મારા પ્રિય પક્ષ ભાજપને બદનામ કરતા ખોટા સિક્કાઓની થોડી-પાક્કી ખબર અંતર પૂછીને પછી…🥰
રોજ રોજ બ્લોગ લખું તો પણ ઓછું પડે એટલા અને એવા પ્રશ્નો, કૌભાંડો, અન્યાયોના ઢગલા છે મારી સામે, ઘણું લઢવું પડે એવું જોખમી કામ 25 વર્ષમાં કર્યું છે, અને આખરી શ્વાસ સુધી કરવાનું છે, મારા પક્ષ ભાજપ માટે અને મારા ભરૂચ માટે…પારદર્શિતા સાથે.🙏🙏