Saturday, April 19, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchBLOG: NARESH THAKKAR, Bharuch...ભરૂચ પાંચબત્તીથી રેલવે અંડર પાસ સુધીનો રસ્તો બનાવવામાં પાલિકાની...

BLOG: NARESH THAKKAR, Bharuch…ભરૂચ પાંચબત્તીથી રેલવે અંડર પાસ સુધીનો રસ્તો બનાવવામાં પાલિકાની ગુન્હાહિત બેદરકારી સામે જિલ્લા કલેકટરશ્રી પગલાં ભરસે..?

Published By : Parul Patel

  • ભરૂચ પાંચબત્તીથી રેલવે અંડર પાસ સુધીનો રસ્તો બનાવવામાં પાલિકાની ગુન્હાહિત બેદરકારી સામે જિલ્લા કલેકટરશ્રી પગલાં ભરસે..?
  • પ્રજાને પારાવાર મુશ્કેલીઓ વચ્ચે લિવેબલ અને લવેબલ ભરૂચ ના કન્સેપટ ની ધરાર અવહેલના ખુદ પાલિકા જ કરે તો દંડ કોને..?
  • પાંચબત્તી થી શક્તિનાથના માર્ગને ડાયવર્ઝન આપી 10 જ દિવસમાં,રાત દિવસ એક કરી, જો રસ્તો પૂરો નહીં કરાય, તો ભારે અંધાધૂંધી,અકસ્માત અને સમગ્ર પ્રોજેકટનું મહત્વ જ નહીં જળવાય…

ભરૂચ નગરપાલિકાનું આ છેલ્લા પ્રમુખ શ્રી અમિત ચાવડાનું શાસન બેહદ અવ્યવસ્થા, અસુવિધા અને અંધાધૂંધી, વાદ-વિવાદોથી ભર્યું ને પ્રજાને જરૂરી સેવાઓ પુરી પાડવામાં મહત્તમ નિષ્ફળ રહ્યું એવું કહીશ તો એ કદાચ ખોટું નહીં હોય, જો સર્વે કરાવે તો ભાજપ ની ઊંઘ ઊડી જાય…આશાઓ પ્રજાને અને અમને પણ ઘણી હતી, સમસ્યાઓ પણ…ચોકલેટો પણ મારા આ કહેવાતા શિષ્ય એ પ્રજાને, મિત્રો શુભેચ્છકો ને બહુ ચગદાવી પણ રસ તો કડવો જ છૂટ્યો..પ્રજા ભારે પીડાઈ…અમિત ચાવડા કહી શકે કે, સમય જ એવો હતો…પણ સ્થિતિ જ બધી રીતે નગરપાલિકા અને પ્રમુખની ખરાબ જ રહી…બેઠા ત્યારથી પક્ષ અને પ્રજામાં વિવાદ સર્જાયો, હા હજુ એમની યોગ્યતા પરનું કોર્ટનું જજમેન્ટ આવ્યું નથી એટલે એ સબજ્યુડીશ્યલ મેટરને લઈને હાલ ભલે એ શાંત અને સ્થિર હોય, પણ જેવું પ્રમુખ પદ જશે એટલે હીરોમાંથી ઝીરો થતા વેંત આ પ્રમુખ સાહેબ માટે સમસ્યાઓનો પહાડ સર્જવાનો છે એ પાક્કું…પછી ભલ ભલી રાજકિય છત્રીઓનો કાગડો થઈ જશે, અને આખું ભરૂચ ભીંજાસે આ યુવાન નેતા સાથે…

આ પ્રમુખની તદ્દન તળિયા ઝટક તિજોરીએ પણ કદાચ પ્રજાને સુવિધાઓથી વંચિત રાખી હશે, પણ તળિયું લાવ્યો કોણ?? ને કેવી રીતે? એ ગુપ્ત તપાસ નો વિષય છે…એક બિનઆધારભૂત માહિતી મુજબ પાલિકામાં અઢીથી 3 કરોડનું ચુકવણું કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ પગારનું બાકી છે…ભરૂચ નગરપાલિકાના કામો અને કૌભાંડો તો 100-150 બ્લોગ લખતા પણ પાર ના આવે એટલા અને 10 વાર પાલિકા ને સુપરસિડ કરવી પડે એવા છે…સમય અને પુરાવાઓ મળે…જોતા જઈશું…પણ આજે તો માંડ માંડ 3..4 વર્ષે લાંબી રજુઆતો અને દબાણો બાદ પંચબત્તી થી શક્તિનાથ અન્ડરપાસ ના રસ્તા પર વરસાદી પાણીના નિકાલ ની ગટર અને પેવર્સ સાથે માર્ગ પહોળો કરવાના કામની જે ગોકળ ગાયની ગતિ છે એના ઉપર સરકારી વહીવટી તંત્ર અને પદધિકારીઓ, નેતાઓને જગાડવા છે…

જિલ્લા કલેકટરશ્રી એમના ડ્રિમ પ્રોજેકટ લવેબલ અને લિવેબલ ભરૂચને લઈને મેહનત કરી રહ્યા છે, ત્યારે પ્રજાની અને મીડિયાની અપેક્ષા એમની પાસે વિશેષ હોય એ સ્વાભાવિક છે.શક્તિનાથ પર કચરો નાખવાના મામલે લોકોને દંડવા જનારાઓને આ નવા બનતા રસ્તા પર અસહ્ય ગંદકી કરનાર, ધૂળ અને ગંદકીના ઢગલા કરી મુશ્કેલીઓ સર્જનાર ને કેમ કોઈ કાંઈ કેહતું નથી?? બોટાદના આ કોન્ટ્રાક્ટર એવા તે ક્યાં નેતાઓનું પીઠબળ ધરાવે છે કે હોસ્ટેલ પર સરે આમ ગંદકી કરે છે?? કલેકટર સાહેબ જો જાતે રસ નહીં લે તો આ રસ્તો ચોમાસામાં પણ પૂરો નહીં થાય…મેં વારંવાર પ્રમુખ, એન્જીનીયર અને ખુદ કોન્ટ્રાક્ટર ને ટોક્યો, ટકોર્યો છે…કે કામ ક્યારે ને કેવી રીતે પૂરું કરશો??? આ માર્ગે ને 7-8 રાત દિવસ માટે બંધ કરી ડાયવર્ઝન આપી…જો બનાવી લેવામાં નહીં આવે તો મોટી સમસ્યાઓ સર્જાશે…પણ વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી…

જો આવનારા 10 દિવસમાં અર્થાત 5 મેં, 2023 સુધીમાં આ રસ્તાનું સંતોષજનક કાર્ય નહીં થાય, તો શહેરના સક્રિય કાર્યકરો, નાગરિકો સાથે મારે જલદ ઉપવાસ આંદોલન ના છૂટકે કરવું પડશે…પ્રજાને જગાડવી પડશે…નહીંતર ચોમાસામાં અફરાતફરી સર્જાશે એ પાક્કું…

બીજો એક પ્રશ્ન ભરૂચના જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, પાલિકા પ્રમુખ, ધારાસભ્યો પૈકી કોને મયૂરીની બાજુની વરસાદી કાંસ ને, ખુલ્લી, ઊંડી અને સાફ કરવા- કરાવવામાં વાંધો આવે છે?? અવરોધ કે પેટમાં દુઃખે છે?? આ જવાબદારી વોર્ડ 8 ના નગર સેવકો ની પણ છે…પક્ષનું સંગઠન પણ શહેરની સુંદરતા, સ્વચ્છતા અને વ્યવસ્થા માટે સરખું જવાબદાર છે…વારંવાર રજા પર ચાલ્યા જતા ચિફઓફિસર પર પણ પ્રજા અને વહીવટી તંત્રએ નજર રાખવાની છે, કારણકે એજ પાલિકાના વહીવટી દ્રષ્ટિએ કલેકટર કહેવાય અને કલેકટર સાહેબ શ્રી સુમેરોજી માટે પાલિકા માટે સર્વેસર્વા વહીવટકર્તા…પ્રમુખ તો રાજકારણી છે, 4 મહિના રહીને ચાલ્યા જશે…પણ હવે ઝુંબેશ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના સંગઠનના નેતાઓ, શહેરના હોદ્દેદારો અને માં.ધારાસભ્યશ્રી એ જ સળગતી સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે, બાકી ઉદ્દઘાટનો ના રેકોર્ડ તો તૂટતા- બનતા રહેશે…જો પાલિકા પરનું પ્રભુત્વ કાચું પડ્યું તો ધારાસભ્ય શ્રી ગમે તેટલી મેહનત કરશે, પ્રસંશા-ક્રેડિટ-લોકપ્રિયતા, લોકલાગણી નહીં મળે…

📌 એક ઉલ્લેખ કરી લઉં, મારા આગળના બ્લોગ માં વાચકો એ બહુ સક્રિય રસ લીધો છે, કૉમેન્ટ્સ આપી છે, મારુ કર્તવ્ય છે કે એમને-ખેડૂતો ને ન્યાય-સમય-યોગ્ય જવાબો-સત્ય આપવા…ને હું આ શનિ-રવીમાં આપીશ ભલે સતત બે એપિસોડ બને અને V–BLOG 10 મિનિટ નો થાય…હું કેટલાક પુરાવાઓ અને માહિતીઓ ની તલાશ-તપાસમાં જ છું…ઘણું ચોંકાવનારું રહસ્ય મળ્યું છે…પ્રજા સમક્ષ જરૂર પડે મૂકવું તો જોઈએ જ…

📌 બીજો એક બ્લોગ ભરૂચની જનતા વતી માં.જિલ્લા પોલીસવળાને પણ બે હાથ જોડી વિનંતી સાથે મુકવો છે…પ્રશ્નો અને સમસ્યાઓ અસંખ્ય છે…સારા અને શહેર પ્રતિ સંવેદનશીલ અધિકારીઓ પર ભરોસો મૂકી સહયોગની અપેક્ષા અસ્થાનને તો નહીં જ હોય…🙏🙏  ક્રમશ:…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!