Published By : Parul Patel
- ✍️જયારે પોલીસ અને રાજનેતાઓ ફેલ ગયા ત્યારે ગુજરાતના જાંબાઝ પત્રકારો એ પ્રજાનું ઉપરાળું લઈ રાજકારણીઓની ખાલ ખેંચી લીધી… ધન્ય છે આ ચોથી જાગીર ને…સો સો સલામ
- ✍️ રાજકોટની જનતા ABP અસ્મિતાના રોનક પટેલ, DB ડિજિટલના મનીષ મેહતા, જમાવટના બહેન દેવાંશી જોષી, ‘નિર્ભય’ના ગોપી ઘાંધર, અને સહુથી સિનિયર અને જાંબાઝ પત્રકાર પ્રશાંત દયાળની ટીમનો આજીવન ઉપકાર નહિ ભૂલે…TV9 એ પણ સરકારને ખંખેરી…
રાજકોટ ગુજરાતની ચોથી કરુણાતિકાનુ ભોગ બન્યું 25/05/2024 ને શનિવારે… TRP ગેમ ઝોનની અતિ ઘૃણા ઉપજાવે, અરેરાટી ફેલાવે એવા અગ્નિકાંડમાં 13 વર્ષથી 45 વર્ષના 30 થી વધુ નિર્દોષ બાળકો, યુવાનો જોત જોતામાં ભડથું થઈ ગયા….
આ આખો અગ્નિકાંડ સરકારની બેદરકારી, ભ્રષ્ટ નીતિ અને નફ્ફટઈના કારણે બન્યાનું બહાર આવ્યું…આખુ રાજ્ય શોકમાં ડૂબયું…સરકાર ઢીલી પડતી દેખાઈ…ત્યારે ગુજરાતના 5-7 જાંબાઝ યુવા પત્રકારો પ્રજાને ન્યાય આપવા મેદાને પડ્યા…
ઈલેક્સન પછી થયેલી આ મોટી દુર્ઘટનામાં ભાજપ કદાચ મતદાનની ખુવારી, પ્રજાના આક્રોશથી બચી ગયું…પણ ચોથી જાગીરનો આક્રોશનુ તાપમાન બહુ ઊંચું રહ્યું…ઉપર જણાવેલા મોટાં ગજાના રાજ્યના પત્રકારત્વમાં સિનિયર બે પત્રકારો સાથે બે મહિલાઓ અને એમની ટીમે ગુજરાત સરકારને રીતસરની હચમચાવી દીધી…રિયલ ગુન્હેગારો તરફ સરકારે આંખ લાલ કરી…
આખુ ગુજરાત હાલી ઉઠ્યું…પણ ગુજરાત ભાજપ દ્વારા ભેદી મૌન સેવાયું…આપણા ભરૂચના સાંસદ શ્રી ને શોધ્યા, શોક ના બે શબ્દ પણ એમના ના દેખાયા, બીજા સંસદો, ધારાસભ્યો પણ ચૂપ રહ્યા…ને મનમાં પ્રશ્ન થયો કે આપણા 25 વર્ષ,6 ટર્મના સાંસદને પણ વેદના તો થઈ જ હશે ને?? કેમ કોઈ ટ્વીટ સુદ્ધા નહિ?? ના એમના આસિસ્ટન્ટને FB અપલોડ કરવાની ઈચ્છા થઈ??
વેદના અને સંવેદનાઓ રાજકારણીયો માટે ‘મત’, હારજીત, જાતિવાદ, જ્ઞાતિવાદ પુરતીજ સીમિત થઈ ગઈ હશે?? શું માણસાઈ પણ મરી ચુકી હશે?? આ તો એક નાગરિક તરીકે ની વ્યથા છે….
પણ હા, એક પ્રશ્ન એવો પણ મારાં અંતરાઆત્મામાં ઉઠ્યો કે શું આ જાગૃત પત્રકારો એમના કોઈ અંગત સ્વાર્થ માટે પાર્ટીની ટીકામાં જોડાયા છે, હરગીઝ નહિ…આ બધું પક્ષા – પક્ષી થી જોજનો દૂર…માણસાઈ, ન્યાય અને માનવતાની પરબના અમૃત જળ છે…જે કોઈ સુકવી નહિ શકે…ચેનલ નર્મદા પરિવાર તરફથી આ ચોથી જાગીરના બહાદુર સેનાપતિઓને 100-100 સલામ..