Published By : Parul Patel
- ✍️ એક્સપ્રેસ હાઇવેની જમીન સમ્પાદનના આંદોલનના મુદ્દે છેવટે ભ્રસ્ટાચારનો ભાંડો ફૂટ્યો??
- ✍️જમીનોના ઊંચા મૂલ્યો ચૂકવનારાઓ રાજ્ય -કેન્દ્રસરકારની તપાસ એજન્સીઓ ના રડારમાં આવશે??
- ✍️ લોકલ પોલિટિક્સમાં રૂપિયાનું રાજકારણ ભાજપનો જ વિનાશ કરશે…જિલ્લામાં સંગઠન મૂળભૂત પરિવર્તન ઈચ્છી રહ્યું છે…
આજે હું મારાં બ્લોગ રીડર મિત્રોને, જે ભલે ઘણાં મર્યાદિત હોય, પણ મારા પ્રતિના એમના આદર, શ્રધ્ધા અને વિશ્વાસને વંદન કરતાં એટલું જ કહીશ કે સત્ય ક્યારેય હારતું નથી, જીતવા માટે જરૂર હોય છે દ્રઢ ઈચ્છાશક્તિ, ધીરજ અને પરિશ્રમનો અને સત્યનો જ છેવટે વિજય થાય છે…
ખેડૂતોના Blogsના મુદ્દે મારાં પર અનેક માછલાં ધોવાયા…પીઠ પાછળ પણ બોલાયું ને કૉમેન્ટ્સ પણ કરાઈ…અરે કિસાન નેતાઓ પણ જાહેરમાં બોલ્યા… કોમેન્ટ કરનાર મોટા ભાગનાઓને વ્યક્તિગત જવાબો આપ્યા, સંતોષ એ સાપેક્ષ શબ્દ છે…આ આંદોલન પાછળના ખેલાડીઓ પણ ખુલ્લા પડ્યા, નિર્દોષ ખેડૂતો ભેરવાયા…આજનું સંદેશ વાંચ્યા પછી તો પાક્કું લાગે છે કે ઊંચું વળતર ચૂકવનારા કલેકટરઓ સામે જ તપાસ ના થાય તો નવાઈ…કૌભાંડો બહાર પડશે. એ જે થશે તે મને સાચું બોલવાનું, લખવાનું કર્તવ્ય પાલનનો આનંદ છે…આજે આ BLOG માં સબ્જેક્ટિવ આટલુ જ ટૂંકું ને ટચ, કારણકે સંદેશે આખી બારાખડી-કક્કો લખી નાખ્યો છે, એજ વાંચશો એટલે બધું જ ચોખ્ખું ને ચટ…
આજે ભરૂચમાં એક બીજી આશ્ચર્યજનક એક ઘટના બની, ઝગડીયાના ગેંગવોર – ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા 22 આરોપીઓ પૈકી જૈમિન ઉપર ના શનિવારના blog અને એના ઘરના વિડિઓ બજારમાં આવ્યા પછી, એક ગુપ્ત રીતે આરોપીઓના બે-ત્રણ મિત્રોએ વક દમ ઉતાવળે કહેવાતી પ્રેસ કોન્ફ્રન્સ બોલવાઈ, એ ટ્રાવેલ્સની ઓફિસે..5-7 પત્રકાર મિત્રોને એક મારખાઉં વ્યાજખોર, નિષ્કાસિત રાજકારણી ગુન્હેગાર દ્વારા કહેવાય છે કે પર્સનલી મોબાઈલ કરીને મારાં પત્રકાર મિત્રોને બોલવાયા…’સ્પીચ’ કહો કે નાનકડો ઇન્ટરવ્યૂ આપી પરોક્ષ રીતે ઝગડિયામાં ગુન્હાને અનુમોદના આપવાની સાથે, છોટુભાઈ એન્ડ પાર્ટી પર બધાજ ગુન્હાઓનો, અગાઉ થયેલા અને હમણાં કરાયેલા ગુન્હાઓનો આરોપ મઢી, રાજકીય અદામાં મીડિયાને માથે ટોપલો ઓઢાડી, ન્યાય અને બેલેન્સ સમાચારોની અપેક્ષા વ્યક્ત કરાઈ, મારાં પર પણ બે-ત્રણ વ્યક્તિગત આક્ષેપો કરાયા…આમ તો આ PC માં ચેનલ નર્મદા ને બોલાવવાની કે બીજા મુખ્ય માધ્યમોને બોલાવવાની આ આરોપીઓના મિત્રોની ઝાંઝી હિમ્મત નહતી થઇ, પણ ચકલા કિંગ પીઠબળ દ્વારા આ આખુ ચેનલ નર્મદા પર દબાણ લાવવાનો એક ષડયંત્ર દ્વારા પ્રયાસ જરૂર થયો…માં નર્મદા અને ગણેશજી માથે છે, એટલે ડર નથી, હું એમને પણ ચેનલ અને BLOG માં બિલકુલ યથા યોગ્ય ન્યાય એક બે દિવસમાં જ પાક્કો આપીશ…જ્યોતિષમાં રસ છે, અને મૂળભૂત એ જ નિઃશુલ્ક કામ હતું, મીડિયામાં તો 92 થી આવ્યો…એટલે આ ગુન્હેગારો અને એમની ટોળકીની કુંડળી ખનખોશી લઉં પછી તમારી પાસે-સાથે સત્યો અને તથ્યો સહિત…જોકે આ પકડાવનારાઓ, અને એમના હેતુ બહુ જલ્દી ખુલ્લા થઇ ગયાં છે, લઢાઈ મોટી-લાંબી છે…જય ગણેશ🙏🏻