Saturday, April 19, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarBLOG: Naresh Thakkar, Bharuch... ✍️ ક્રાઈમ સ્ટોરીમાં ઘટનાના આરંભથી સજા સુધીની પ્રક્રિયામાં અનેક...

BLOG: Naresh Thakkar, Bharuch… ✍️ ક્રાઈમ સ્ટોરીમાં ઘટનાના આરંભથી સજા સુધીની પ્રક્રિયામાં અનેક પડદા પાછળના કસબીઓનો પ્રચંડ પુરુષાર્થ-દિમાગ કામ કરતા હોય છે…

Published By : Parul Patel

  • ✍️ ક્રાઈમ સ્ટોરીમાં ઘટનાના આરંભથી સજા સુધીની પ્રક્રિયામાં અનેક પડદા પાછળના કસબીઓનો પ્રચંડ પુરુષાર્થ-દિમાગ કામ કરતા હોય છે…
  • ✍️ આવા ખરા છુપા ‘હીરો’ માં DGP થી માંડી,ગુન્હો નોંધનાર રાઇટર, IO સુધીના લોકો હોય છે…
  • ✍️ ધવલ પાટોડીયા પછી આજે જૈમીનની જામીન અરજીમાં આવા જ એક DGP પરેશ પી. પંડ્યા પણ કસોટીના એરણ પણ સફળ.

સમાચારોની દુનિયામાં મીડિયા માટે જેટલું ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટિંગ કઠિન અને બુદ્ધિ કસનારું હોય છે, એનાથી પણ અધિક કઠિન કાર્યો કોઈ એક ગુન્હાના બન્યાથી માંડી એને સજા સુધી પહોંચાડવાની પ્રક્રિયા દરમિયાન અનેક વ્યક્તિઓએ તન, મન થી એમાં સમર્પિત થઈ, કલાકોની મેહનત, કાયદાનું પૂરેપૂરું જ્ઞાન, અનુભવો કામે લગાડવાના હોય છે. હું માનું છું અને સ્વીકારું પણ છું, કે AC કેબીનોમાં બેસી ઘટનાઓ પર કૉમેન્ટ કરવી, પૃથક્કરણ કરવું, ટીકાઓ કરવી બહુજ સરળ અને સહજ છે…પણ એક સામાન્ય ચોરીથી લઈ, ખૂંખાર ગુન્હાઓની તપાસ કરવી, એની બારીકાઈ પૂર્વક અભ્યાસકરી, ગુન્હેગારને યોગ્ય સજા થાય ત્યાં સુધી ચાર્જશીટ બનાવવી, કોર્ટમાં સાચા-સજ્જડ સાહેદો ઉભા કરવા, એમના થકી ગુન્હેગારને કડક સજા અપાવવી, એ બહુજ લાંબી, કઠોર અને કઠીનાઈ ભરી પ્રક્રિયા છે. જેમાં અનેક પડદા પાછળના ‘માસ્ટર મેન’- કર્તાઓની ભારે મહેનત કામે લાગતી હોય છે. મેં પત્રકારત્વના ભીષ્મપિતામહ એવા સ્વ.વ્યોમેશ કાકા પાસેથી ક્રાઈમ રિપોર્ટિંગ અને એના પહેલુઓ, એમા સંકળાયેલા વિવિધ પાસાઓનું થોડું ઘણું જ્ઞાન લીધું છે…

મારા બ્લોગ રીડર્સને થતું હશે કે આજે નરેશભાઈ ભાજપને છોડી આ નવા મુદ્દા પર કેમ આવ્યા?? તો કહી દઉં, કે આજ કાલ આખા જિલ્લાની, ઇન્ડસ્ટ્રી, પોલીસ ડિપાર્ટમેન્ટની નજર ઝગડીયાકાંડના 22 આરોપીઓ પર ચાલતી, ચાલનારી કાયદેસરની કાર્યવાહી ઉપર સ્થિર થયેલી છે. નેતાઓએ તો જાહેર કરી દીધું કે, આમાં કોઈ પણ રાજકારણી કે રાજકારણ નથી, પણ મીડિયા તો પૂરું, અને હવે થોડું ઘણું પ્રજા પણ સમજી છે કે પોલિટિક્સ વગર આવું શક્ય જ નથી, પોલિસનું તો એ જાણે, હા રાજકારણના ગલિયારામાં પણ ઘણું બધું સ્પષ્ટ થયું તો છે…રાજકિય ન્યાય, તો ઈશ્વર જાણે કોણ ક્યારે કરશે, પણ હમણાં તો કોર્ટ કચેરીએ આ આખો મામલો અદાલતી કાર્યવાહીનો એક ભાગ બની ચુક્યો છે…

આ કાંડ-ગુન્હામાં કહેવાય છે કે ગાંધીનગર અને છેક કેન્દ્રમાંથી પણ સ્પષ્ટ સૂચના છે કે જિલ્લાના ઉદ્યોગોને, પ્રગતિને આવી રીતે ધાક ધમકીથી બાનમાં લેનારાઓને કોઈ પણ રીતે બક્ષવાના નથી, ભલે એ કોઈ પણ હોય…એટલે પોલીસ તરફથી શક્ય એટલું પરફેક્ટ કામ ઉપલા અને મધ્યમ કક્ષાએથી તો થયું છે. ત.ક.અ. (IO) અર્થાત તપાસ કરનાર અધિકારી, FIR લખનાર અધિકારી-કર્મચારી (રાઇટર) એ મને, કમને પણ થોડું પાક્કું કામ અને તપાસ તો કરી જ છે. ક્યાંક કોઈ ક્ષતિ, કે ભુલ થઈ કે કરવામાં આવી હશે, તો એનો ફાયદો આરોપીઓ અચૂક ઉઠાવશે પણ એની સામે અદાલતમાં આ કેસ લઢવાની એક બાહોશ અને યુવાન ડિસ્ટ્રીકટ ગવર્મેન્ટ પ્લીડર પરેશ પી.પંડ્યાના માથે આ જવાબદારી આવી છે. કેસ માત્ર પેચીદો જ નથી, પડકાર જનક પણ છે. 22 આરોપીઓની ટીમ સામે પોલીસ કે વકીલ, એ એકલાએ નથી લઢવાનું…એમની-આરોપીઓ પાછળનું પીઠબળ બહુ મોટું છે, આર્થિક અને રાજકિય રીતે પણ પાછલા બારણે જ…જેના બંગલાની કિંમત જ 17 કરોડ જેટલી થતી હોવાનું (ટૂંકમાં જ આ અંગે એક સાદ્રશ્ય બ્લોગ આપીશ) કહેવાતું હોય,જેની તોલે આખા જિલ્લામાં કોઈ પણ કરોડ પતિનો બંગલોના આવતો હોય, આખા ભાજપને ખબર હોય કે ઝગડીયાની ચૂંટણીમાં કોને કેટલું ને કેવું તન, મન, ધનનું યોગદાન આપ્યું હતું, એવા સશક્ત આરોપી સામે કડક ચાર્જશીટ કરવી, FIR ફાડવી, પુરાવાઓ એકત્ર કરવા, એ જેટલું પોલીસ માટે અઘરું હતું, એનાથી વધારે જેમના વિશ્વાસે પ્રજા, પોલિસ અને ફરિયાદીઓએ નામદાર અદાલતમાં ધારદાર રજૂઆતો કરીને એમને ન્યાયિક શિક્ષા કરાવવી, કોઈ બિનજરૂરી કે ખોટો લાભ ન લેવાદેવો એ અત્યંત કસોટીવાળું કામ હોય છે. જ્યારે આ ગુન્હાના આરોપીઓ પૈકી ધવલની જામીન અરજી મુકાઈ ત્યારે આમ પ્રજાને તો એમ જ હતું કે જામીન મળી જશે. આરોપીઓ તરફ ના એડવોકેટ પી.પી.સોલંકી પણ કાયદાના વિદ્વાન અને અનુભવી વકીલ છે. ગઈકાલે ધવલ પટોડીયા (લેવા પટેલ)ની જામીન અરજી અંકલેશ્વરના નામદાર બીજા અધિક સત્ર ન્યાયાધીશ માં. શ્રી સંજય ધ્રુવકુમાર પાંડેય સાહેબે આ જામીન અરજી નામંજૂર કરતો આદેશ આપ્યો, અને અક્ષરસહ મેં એ વાંચ્યો ત્યારે ન્યાયતંત્ર પરના અડગવિશ્વાસ, શ્રદ્ધાની પૂર્તતાની સાથે સામસામી દલીલો અને સત્યના વિજયથી મારી સાથે ઘણાને આનંદ થયો હશે…પી.પી.સોલંકી સાહેબની તમામ દલીલો, રજૂ થયેલા જજમેન્ટસ્ સામે યુવાન અને બાહોશ ડી.જી.પી. પરેશ પંડ્યાએ રજૂ કરેલા સંદર્ભ કેસો, દલીલો મેં રાત્રે ધ્યાન પૂર્વક વાંચી…હું પણ સદનસીબે LLB થયેલો-ભણેલો છું, કાયદા અને એની જોગવાઈઓ, અસરો, પરિબળોમાં રસ ધરાવું છું, પત્રકારત્વનો દીર્ઘ અનુભવ છે એટલે જેટલી આવા ગુન્હાઓની ઘટનાનું જ્ઞાન છે, એથી વિશેષ ગુન્હાને નોંધનારા કર્મચારીના અનુભવ, જ્ઞાન અને લખાણની આવડત, IO નો કેસમાં રસ અને પકડ અને આ બધાથી ઉપર એવી ચાર્જસીટ અને એના જ આધારે કોર્ટમાં, નામદાર અદાલતમાં વિદ્વાન ન્યાયાધીશ સાહેબની હાજરી, ક્યારેક તો આખી બેન્ચ સામે ઉલટ તપાસ, સામ સામી ક્યારેક ઉગ્ર બનતી દલીલો, પૂરક- સાચા-ખોટા પુરાવાઓ, એની ચકાસણી, ઊંચી નીચી જુબાનીઓના ચકકરોમાં પળે પળે એકાગ્રતા પૂર્વક ફરિયાદીને સંતોષજનક ન્યાય અપાવવાનું સરકારી વકીલ (ખાસ્તો સરકારી નોકરીની રુએ) માટે ઘણી વાર જ્ઞાન, અનુભવ, એકાગ્રતા ઉપરાંત અન્ય સામાજિક લાગણીઓ, અન્ય અસંખ્ય કેસોના દબાણો, અને ક્યારેક સંભવિત રાજકિય દબાણોની સંભાવનાઓ વચ્ચે ટકી જવું, એ કોઈ નાની શૂની વાત નથી હોતી .એનો હું પરોક્ષ સાક્ષી બન્યો છું.

અંકલેશ્વર કોર્ટમાં પણ જે ધવલ પટોડીયાના જામીન કેસની સુનવણી દરમ્યાન હાજર હતા, એ પ્રત્યક્ષ દર્શિઓના જણાવ્યા પ્રમાણે DGP પરેશ પંડ્યાએ એ પુરી તાકાતથી, રસપૂર્વક દલીલો કરતા, અને એમાં તથ્ય જણાતા આરોપી ધવલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ આ હાઇપ્રોફાઇલ કેસ આટલેથી અટકતો નથી, અટકવાનો નથી…22 આરોપીઓ છે, આ જ કેસના મુખ્ય આરોપી મનાતા અને મોટું માથું અને નિશાન એવા મૂળ પાટણના જૈમીન દ્વારા ધવલની જામીન અરજીના ચુકાદા પૂર્વે જ, કોઈ પાક્કા આત્મવિશ્વાસ સાથે જૈમીનની જામીન અરજી નામદાર અંકલેશ્વર કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. જેની આજે કોર્ટમાં સુનાવણી થશે. ફરી એકવાર અદાલતમાં કાયદાની રૂએ સામસામે દલીલો થશે, અને નામદાર કોર્ટ એનો વિદ્વતા પૂર્ણ ચુકાદો આપશે. પણ આ આખી ઘટનામાં સત્યની જીત માટે ત.ક.અ. થી માંડી પોલિસ કર્મચારીઓ, અધિકારીઓ ઉપરાંત પબ્લિક પ્રોસિક્યુટર એવા પરેશ પંડ્યાએ બહુ લાંબી લડત આપવાની રહેશે. એ માત્ર આ સાથે સંકળાયેલા લોકોની કસોટી જ નહીં, સમાજ-કાયદા પ્રત્યેના એમના આદર,સમર્પણ અને કારકિર્દીની ઉજ્જ્વળતાનો પણ પ્રશ્ન છે. એક વાર પડદા પાછળના ન્યાય સાથે સંકડાયેલા આ નાના-મોટા માણસોની જો કદર આપણે, સમાજના કરીએ, નોંધ પણ ના લઈએ તો યોગ્ય ના ગણાય. ટીકાકારો તો એમ પણ કહેશે કે આ બધું કર્તવ્યના એક ભાગ રૂપે તેઓ કરતા હોય છે, નોકરીનો એક ભાગ જ હોય છે, પણ એ તો બધા જ કરતા જ હોય છે ને?? અને કેટલો કરે છે એ પણ મહત્વનું હોય છે…પણ આટલો નેપથ્ય-પડદા પાછળનો છુપાયેલો પરિશ્રમ અને તે પણ ખુંખાર ગુન્હેગયારોને જાન ના જોખમે કડક સજા કરાવવી એ કોઈ નાની શુની વાત તો નથી જ નથી, ભલે કોઈ મોટા મોમેન્ટો, શાલ કે પ્રમાણપત્રો સાથે એમના જાહેર સન્માન ના કરીએ, પણ એમની મેહનત, કર્તવ્યપાલનને શબ્દોથી તો બિરદાવવા જ જોઈએ, એ એક પત્રકારની સાથે સાથે આખા સમાજનું કર્તવ્ય તો છે જ. ટીકાઓનો દોષ કહો કે પાપ, તો માથે લઈએ જ છીએ, અને લેતા રહીશું..🙏🙏

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!