Saturday, April 19, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarBlog : Naresh Thakkar, Bharuch... ✍️ ભરૂચ જિલ્લા ભાજપની એક માથું ઝુકાવી દેનારી...

Blog : Naresh Thakkar, Bharuch… ✍️ ભરૂચ જિલ્લા ભાજપની એક માથું ઝુકાવી દેનારી ભવાઈ પરથી પડદો ઊંચકાયો…

Published By : Parul Patel

  • ✍️ ભરૂચ જિલ્લા ભાજપની એક માથું ઝુકાવી દેનારી ભવાઈ પરથી પડદો ઊંચકાયો..
  • ✍️ અંકલેશ્વરના અંદાડા ગામની સોસાયટીમાં ભરૂચ શહેરના કિસાન મોરચાના હોદ્દેદારની પત્ની-દીકરાએ પ્રેમિકાની જાહેરમાં બેફામ ગાળો સાથે ધુલાઈ કરી..!!પતિ જોતો રહ્યો…
  • ✍️ “બ્લેક બ્યુટી” તરીકે ઓળખાતી મહિલા જિલ્લા ભાજપ સંગઠનની ઉચ્ચ હોદ્દેદાર..?!! આખું જિલ્લા ભાજપ જાણે છે??

ભરૂચ જિલ્લા ભાજપના મોટા ભાગના હોદ્દેદારો જિલ્લાના સંગઠનમાં ચાલતા કેટલાક હોદ્દેદારોના વ્યભિચારી વ્યવહારો, એક બીજા સાથેના સંબંધો અને લવ-લફડાઓ ચાલતા હોવાનું ઘણા બધા જાણતા હોય છે, અને પાર્ટીઓમાં એ ચર્ચા-ગપસપ-આનંદ પ્રમોદના ટોપીકો બનતા હોય છે. કેટલાક મોટા માથાઓ માટે તો આવું રોજનું અને કાયમનું બની ગયું હોય છે. એક પત્રકારે તો ત્યાં સુધી કહ્યું કે ભાજપના અમુક નેતાઓ માટે તો એવું કહેવાય છે કે એ જેના ઘરેથી ઉઠીને નીકળે, એ પરિવારની પણ બદનામી થાય છે, બહાર બુરી વાતો થાય છે. કેટલાકના નામ જોગ એવું બોલાય છે કે, એમના ઉઠીને ગયા પછી ખુરશી પણ પવિત્ર કરવી જોઈએ…કાર્યકર્તાઓ આવા નેતાઓના ડરથી પોતાને ત્યાં ટિફિન બેઠક કરવાથી પણ દૂર ભાગે છે, પાર્ટી-શાર્ટી પણ હોટલોમાં જ પતાવે છે…જ્યાં બધી જ વ્યવસ્થાઓ નેતાના મળતીયાઓ કરી દેતા હોય છે…ભાજપમાં આ બધું ચર્ચાઈ રહ્યું છે એ જો સાચું હોય તો અત્યંત ધૃણા જનક છે…

ભરૂચ-અંકલેશ્વરની હોટલો પૈકી 2..3 હોટેલો તો મોટા માથાંઓનું કાયમી આરામ, સોરી એશોઆરામના અડ્ડા બન્યા છે, જે જાહેરમાં ખાનગી ચર્ચાઓમાં રહે છે…જૈમીન મુદ્દે પણ ભરૂચ-અંકલેશ્વરની આ હોટલોમાં મિટિંગો, સેટલમેન્ટ અને સોદા થવાનું CCTVમાં શોધવું હોય તો જડી જાય એમ છે, પણ આવું કરશે કોણ?? ભરૂચ એસટી ડેપોના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે કાનમાં મોઢું નાખી વાતો કરનારાઓ, પ્રોટોકોલના નામે CM સાથે સ્ટેજ શેર કરવા ધમપછાડા કરનારાનો ‘માર્કેટમાં’ પોતે અને પક્ષ સબસલામતનો સંદેશો છોડાનારો-ઈશારો તો નહતો ને ?? ગૃહમંત્રીની આજુબાજુ કે ગાડીમાં, ચાઇ નાસ્તા અને આંટા ફેરા ઘણાએ નોંધ્યા છે…પણ એ બધું ભાજપની આંતરિક બાબતો સુધી હોય તો એ સ્વભાવિક છે, પણ એક જૂથ જો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ મોટી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને દૂષિત કરતી, બદનામ કરતી હોય, ગુન્હાહિત કૃત્ય હોય અને એમાં જોડાયેલના પુરાવાઓ બહાર વાયરલ થતા હોય, એક સાંસદ કક્ષાના નેતા એમાં પ્રશાશનને દોષી કહેતા હોય અને ગૃહમંત્રી એટલું સામીપ્ય આપે તો પ્રેસ અને પ્રજા તો એના મતલબો એની રીતે કાઢે એ સહજ અને સ્વાભાવિક છે…

અંકલેશ્વરમાં થોડા દિવસ પહેલા એક સત્ય ઘટનાએ પક્ષમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો…જેને ચોરી છુપીથી ડરતા ડરતા કોઈકે મોબાઈલમાં કેદ કર્યાનું પણ બોલાઈ રહ્યું છે, ભાજપના સદનસીબે આ કલીપ હજુ સુધી વાયરલ થઈ નથી, પણ ક્યારે થશે એ પણ કહેવાય એમ નથી…

પુરી સત્યઘટના મુજબ ભરૂચના કોલેજ રોડ પર રહેતા એક પ્રેમી કપલ (હા લવ મેરેજ વાળી જોડી )ના રંગીન મિજાજી, મૂળ ગામડાના પણ ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન માળખામાં ‘પટેલ’ હોવાનો ફાયદો લઈ, કિસાન મોરચાના એક હોદ્દા પર બેસી જનારા આ ભાજપીયા કાર્યકર્તાએ ‘બ્લેક બ્યુટી’ ના ઉપનામે ભાજપમાં ઓળખાતી, ફેમસ એક રાજકિય મહત્વકાંક્ષી મહિલા સાથે ઇલુ ઇલુ શરૂ કર્યું હતું…થોડા મહિનાઓ પૂર્વે આમોદમાં આવેલા PM સાહેબની જાહેરસભા વખતે આ બે પ્રેમી પંખીડાઓ ભાગવાની પેરવીમાં હતા, જે છેવટે સમજાવટથી થાળે તો પડ્યું હતું…પણ એમના પ્રેમનું પાગલપન ઘટ્યું નહીં અને એમાં વાસનાનો નશો વધુ ઘટ્ટ થયો, મજબૂત બન્યો…રાજકિય મિટિંગોના બહાનાં હેઠળ આ મુલાકાતો એ એમની અંગત ભૂખને સંતોષતી રહી …વારંવાર પતિના આ પ્રેમકાંડ-હવશખોરીની ફરિયાદો આવતા છેવટે હારેલી-થાકેલી કુટુંબ કબીલા વાળી વફાદાર પત્નીએ પોતાના દીકરાને બાપના આ સેક્સ કાંડમાં વિશ્વાસમાં લીધો, દીકરો પણ માં ની વ્યથાથી વ્યથિત હતો, ગુસ્સે હતો…અને પેલી ઉચ્ચ મહિલા હોદ્દેદારને જોરદાર પાઠ ભણાવવા આ માં દીકરાએ એક દિવસ છટકું ગોઠવ્યું…એક વહેલી સવારે પેલી મહિલાનો પતિ અંકલેશ્વર કંપનીમાં સવારે 9 વાગ્યે નોકરીએ જવા નીકળે, એ પહેલા જ પોતાના પતિને મોબાઈલ પર ઝડપી પાડી, એનો મોબાઈલ છીનવી લઈ, ભરૂચના કોલેજ રોડ પર આવેલી સોસાયટીના પોતાના ઘરમાં જ પોતાના પતિને ‘લોક એન્ડ કી’થી કેદ કરી અંકલેશ્વર જવા માં દીકરો નીકળ્યા…માં-દીકરો પુરી તૈયારીઓ સાથે ભરૂચથી અંકલેશ્વરની પેલી મહિલાના ઘરે પહોંચ્યા…પેલી રાજકિય મહિલાને, એનો પતિ ઘરમાં જ હતો, એ દરમ્યાન ત્રાટકેલા આ માં-દીકરાએ મહિલાને ઘરની બહાર ખેંચી કાઢી રીતસરની ગાળો, અપશબ્દો સાથે આક્ષેપો કરી લિટ્રલી જાહેરમાં બેફામ માર માર્યો…સોસાયટીમાં વળી તમાશા ને તેંડુ થોડું હોય..? લોકોએ આ મફતનું મનોરંજન ખાસ્સું માણ્યું…એકાદ હોશિયાર માણસે તો પોતાની ગેલરીમાંથી થોડું શૂટિંગ પણ કર્યું હોવાનું બહાર આવ્યું…લગભગ 30 થી 40 મિનિટ અંદાડા ગામની ‘માધવ’ લીલાને બધાએ રસપ્રદ રીતે માણી…સોસાયટી બદનામ ના થાય એટલા માટે સોસાયટીનું નામ, ઘટનાની તારીખ નથી લખી અને વીડિયો કલીપ વાળા ભાઈ આજ કારણે ચૂપ રહ્યા હોવાનું કહેવાય છે, અને અમને કોઈની સામાજિક-સાર્વત્રિક બદનામીમાં એવો કોઈ રસ પણ નથી…હોવો પણ ના જોઈએ…

આ વિસ્તારમાંથી જ મળેલી માહિતી, થતી ચર્ચા મુજબ, આ મહિલાને પહેલા અંકલેશ્વરની આ સોસાયટીના જ એક રાજકિય કાર્યકર્તા સાથે પણ લફડું હતું, જે પછી ભરૂચના કિસાન મોરચાના અગ્રણી સુધી પહોંચ્યું…આ મહિલા અંકલેશ્વરમાં પણ ઘણા મોટા ‘માથાઓની’ સેવા બજાવી ચુકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, સહુથી મોટી અને અગત્યની વાત તો એ નીકળી, કે આ સંગઠનની આ મહિલા નેતાએ એના દીકરાના ધામધૂમથી લગ્ન કરવા પેલા ભરુચી પટેલ પ્રેમી પાસેથી મોટી રકમ પડાવી હતી…આવા ઘણાના રૂપિયા આ મહિલાએ લીધાનું બહાર આવી રહ્યું છે…જે પણ મહિલાએ પરત ના કરી હોવાનું જાહેરમાં પેલા નેતાની પત્ની અને દીકરાએ વારંવાર કહ્યું, ઉઘરાણી પણ કરી, આ વિશે આ સોસાયટીના રહીશોએ ઘણું બધું સાંભળ્યું છે…ના સંભળાય એવું, અહીં ના લખાય એવું…

પ્રશ્ન એ છે કે, શું ભાજપ જેવો રાષ્ટ્રીય અને શિસ્તબદ્ધ ગણાતો પક્ષ પદાધિકારી કક્ષાના નેતાઓ જો આવા જ વ્યભિચાર અને ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ રહે, રહેવા માંગતો હોય અને ખુલ્લે આમ ભવાડા કરે તો, કાર્યકર્તાઓ શુ મેસેજ લઈને પ્રજા પાસે જશે?? અને આવા સમાચારો આપી બદનામ થતા મીડિયાએ, શુ ચૂપ રહી તમાશા જોવાના?? આ કોઈ જ ટેબલ સ્ટોરી નથી જ નથી, મેં ક્યારેય કોઈ ટેબલ સ્ટોરી કરી જ નથી…અંકલેશ્વર ભાજપમાંથી જ મળેલી માહિતીની મૌલિક ખરાઈ, અને ઊંડી તપાસ બાદ, આ વાત-સત્ય બહાર આવ્યું છે, એ પણ માત્ર ગણતરીના દિવસો પહેલાની જ વાત છે. જિલ્લા ભાજપના પ્રમુખને તો શું કહીએ?? પણ પ્રદેશ સંગઠન અને સરકારના ઉચ્ચ નેતાઓ સુધી આટલું તો પહોંચાડી શકીએ…પછી બધી એમની જવાબદારી…હા, ભાજપમાં સારા ઘરની મહિલાઓ જતી નથી કે જવા ઇચ્છતી નથી, અને હવે તો કોઈ સારા ઘરના પતિ-બાપ, દીકરા-દીકરી-વહુ રાજકારણમાં જવા દેશે પણ નહીં…અને જોકે પ્રશ્ન એ છે કે સારા ઘરના માણસો-મહિલાઓની આવા નેતાઓને જરૂર પણ ક્યાંથી હોય?? જ્યારે બધું આવું જ ચાલતું, ચલાવવાનું હોય તો…પણ આજે પણ કેટલીક, ભલે બે પાંચ, પણ દ્રઢ ચારિત્ર્યશીલ મહિલાઓ રાજકારણમાં છે તો ખરી…

હમણાં તો ભગવાન વિઘ્નહર્તા શ્રી ગણેશને હૃદયથી પ્રાર્થના કે હવે ટૂંકા ગાળામાં આ પાર્ટીમાં આવા કોઈ ભવાડા ના થાય તો સારું…🙏🙏 ભરૂચની અને ભાજપની ઈજ્જત બચે. પણ જો વધારે આવું થયું, બહાર આવ્યું તો મીડિયા તો એની ફરજ બજાવશે જ, કારણકે એ ભાજપના ઘરની જાહેર જીવનને સ્પર્શતી બાબતો હશે…👍

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!