Published By : Parul Patel
- ✍️ ભરૂચ શહેરમાં એક જમાનાનું પ્રતિષ્ઠિત નામ-કુટુંબ એવા રૂંગટા પરિવારની સખાવત અને ભરૂચના શ્રેષ્ઠીઓના ટ્રસ્ટી પણા હેઠળ ચાલતી શાળા સંચાલકના પાપે વિવાદોના વમળમાં ??
- ✍️રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય-વિદ્યાભવન સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરકારી ગ્રાંટેડ શાળાને ખાનગી શાળાઓમાં ફેરવવા ટ્રસ્ટી મંડળની હિલચાલ??
- ✍️તત્કાલીન શહેરના દાનવીર-શિક્ષણપ્રેમી ટ્રસ્ટીઓના નેતૃત્વ-મહા પરિશ્રમને બદનામ કરનારાઓને વેઠી નહીં જ લેવાય..હજારો વિદ્યાર્થીઓને ઘડનાર સ્કૂલ શોપિંગ સેન્ટર નહીં જ બની રહે…??!!
જુના ભરૂચમાં અનેક શ્રેષ્ઠીઓ, દાનવીરો અને શિક્ષણવીરો જન્મ્યા છે. એક જમાનો હતો જ્યારે પારસીઓનું ભરૂચમાં વર્ચસ્વ હતું. ભરૂચ 70 ની રેલ અને 71 નો ધરતીકંપ સહન કરી રહ્યો હતું એની આજુબાજુમાં જ ભરૂચ શહેરમાં 1970 માં સંસ્કાર ભારતી ટ્રસ્ટની સ્થાપના થઈ હોવાનું સહુ કોઈ જાણે છે. ભરૂચના 50-55 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ કરાઈ છે. હમણાંજ ટ્રસ્ટ દ્વારા 50 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી. ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓમાં જે તે સમયે કોંગ્રેસી નેતા હરિસિંહજી મહીડા તથા પુષ્પાબેન પટેલનો સિંહ ફાળો અને હિંમત, દીર્ઘદ્રષ્ટિ હોવાનું કહેવાય છે. ભરૂચમાં પૃથ્વી કોટન મિલ ચલાવતા રુંગટા બંધુઓનું સારું એવું આર્થિક સામ્રાજ્ય હતું. જેમનો સંપર્ક કરી, પુષ્પાબહેન તથા હરિસિંહજી મહિડાએ પૃથ્વીકોટનમિલની મનાતી દોઢ-પોણા બે એકર જમીનનો પટ્ટો જે તે સમયના મિલનાં અગ્રણી રણછોડભાઈ પટેલ (મજૂર મહાજન વાળા)ને વિશ્વાસ લઈ, ઝૂંપડપટ્ટી ખાલી કરાવી સ્કૂલ માટે જગ્યા 99 વર્ષના પટ્ટા પર આપી હોવાનું મનાય છે.
પ્રારંભના સમયે આ ટ્રસ્ટમાં કાપડની મિલનાં માલિક રાધાકૃષ્ણ રૂંગટા, શ્યામબાબુ રૂંગટા, નરેન્દ્ર રૂંગટા, હરિસિંહજી મહીડા ચેરમેન, પુષ્પાબેન પટેલ મેનેજીંગ ટ્રસ્ટી હતા, અને ફાઉન્ડર ટ્રસ્ટી પણ ખરા…આ આખી ઘટનામાં એક સ્ટોરી પણ કામ કરી ગયાનું બહાર આવ્યું છે. પૃથ્વીકોટના ધનાઢય શેઠ LB રૂંગટા જે તે સમયે પરિવારની દીકરીને લઈને ભરૂચની કોન્વેન્ટ સ્કૂલમાં એડમીસન લેવા ગયા, તો એમને બે કલાક બહાર બેસાડી રાખ્યા પછી અપમાનજનક વ્યવહાર કરતાં છેવટે શેઠનો પાવર છટક્યોને એમાંથી રૂંગટા નવી સ્કૂલ બની. એ વખતે અંકલેશ્વરમાં ‘શિશુ વિહાર બની’ જે 1980 માં બંધ પડી, ભરૂચમાં રુંગટા…ટ્રસ્ટના પ્રારંભમાં બની જે હવે 1500 વિદ્યાર્થીઓ-વિધાર્થીઓનું વટવૃક્ષ બન્યું છે. જેમાં આરંભે 8 ધોરણ થી 12 માં સુધીની ગ્રાન્ટેડ સ્કૂલ હતી. ત્યારબાદ નીચલા ધોરણો નોન ગ્રાન્ટેડ અર્થાત ખાનગી ધોરણે ફી લેતી સ્કૂલ છે…
આ ટ્રસ્ટનું ટ્રસ્ટી મંડળ જોતા મારા હાથ થોભ્યા. LB રૂંગટા, પુષ્પાબેન પટેલ, નરેન્દ્ર રૂંગટા, સીમાબેન રુંગટા, ભરતભાઈ શ્રોફ, ,મધુસુદનભાઈ રૂંગટા, કમલેશભાઈ, ઉદાણી, નિરૂપમાબહેન અમીન, સેજલબહેન મોદી (JB MODI), જુગલ કિશોર રુઇઆ, ઉપેન્દ્રજી રૂંગટા જેવા નામો જોઈ ઘડી બે ઘડી વિચારમાં પડ્યો કે આવા બધા અતિ ધનવાન, પ્રતિષ્ઠિત લોકો જે ટ્રસ્ટમાં હોય એમાં કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો ટ્રસ્ટીઓને સાંભળવા, ચેતવવા, સમજવા અને સમજાવવા જોઈએ, એમાં પણ બે મહાનુભાવો માં.શ્રી ભરતભાઇ શ્રોફ અને માં.કમલેશભાઈ ઉદાણી તો ચેનલ-મારી 25-30 વર્ષની યાત્રાના સાક્ષી, વંદનીય વ્યક્તિત્વ છે. હા,2011 થી પૃથ્વી કોટન મિલનાં મૂળભૂત એકાઉન્ટન્ટ એવા જુગલકિશોર રુઇઆ પણ ટ્રસ્ટમાં હોઈ, એમના દીકરા પ્રશાંતને ઓળખતો હોઈ, મેં આવેલી ફરિયાદની ખબર અંતર કાઢવા એમને ચેનલ પર બોલાવ્યા,પણ યુદ્ધની દુદૂભી ફૂંકાઈ, ફરિયાદોમાં સંચાલક મહાનુભવની સરમુખત્યારસાહી, પુષ્પાબેન પટેલની અપમાનજનક વિદાય સહિત અનેક ફરિયાદો, અનિયમિતતાઓ ધ્યાને આવતા સહુ પ્રથમ એક અંગત પત્ર/નોટિસ સાથે જે કોઈ ટ્રસ્ટીઓ છે એમને એક સાંભળવાનો, સંસ્થાની ઈજ્જત બચાવવાનો ચાન્સ આપવાનું યોગ્ય લાગ્યું, બીજી તરફ પ્રજાને આપેલો કોલ પણ પાડવાનો હતો, બધી બહુ માહિતીઓ એકત્ર કરતા 7-8 દિવસો લાગ્યા છે. આજે એક પત્ર મારા વકીલ થ્રુ આ ટ્રસ્ટીશ્રીઓને પેહલા પાઠવીશ, પછી બ્લોગ શ્રેણી કરીશું. જે બે સ્ટાફ સભ્યોને મિ.કુલવંતે મનસ્વી રીતે બરતરફ કર્યા છે, એ સામે પોલિસ ફરિયાદ અને જરૂર પડે 156(3) હેઠળ કોર્ટ ફરિયાદની પણ તૈયારીઓ રાખી છે. ન્યાય, સત્ય અને શિક્ષણ માટેની લઢાઈમાં ઘણાનો સહયોગ મળી રહ્યો છે, ત્યારે એટલું તો કહીશું જ કે 52 વર્ષ જૂની સંસ્થા પર કોઈ શોપિંગ સેન્ટર તો આપણે ભરુચીઓ નહીં જ બનવા દઈએ…અને સ્કૂલ પણ સરકારી નીતિ, નિયમો, રાહે સુમેળભર્યા વાતાવરણમાં જ ટ્રસ્ટ ચલાવવી પડશે…કોઈ એકાદ બે ની મરજી, ઈચ્છા કે જોહુકમીથી નહીં જ ચાલે…જો ટ્રસ્ટ કે ટ્રસ્ટીનું કોઈ બચ્ચું 5-25 લાખ ખર્ચી નાખવાની ધમકી, વકીલની ધમકી સ્ટાફ કે કોઈ બીજાને આપતું હોય તો ભરૂચ બંગડીઓ પહેરનારાઓનું જ શહેર નથી…નથી અમારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે લઢાઈ..રૂપિયા પાછળની દોડ કોની છે એ સ્વયં સાબિત થઈ જશે…🙏✍️✍️✍️