Published By : Parul Patel
- ✍️ લોકસભાની ચૂંટણી ટાણે જ આદિવાસી પટ્ટી પર ભાજપમાં આંતરિક અસંતોષ માટે ખરેખર જવાબદાર કોણ? ?નવા આવેલાની દાદાગીરી કે જૂનાની અવમાનના??
- ✍️ છોટુભાઈને ખતમ કરવાની સ્પર્ધામાં ભાજપના પાયાના કાર્યકરોને જ નારાજ કરવાનું કાવતરું કેટલું ટકશે??
- ✍️ આજે વીસ કાલે 200 અને ચૂંટણી ટાણે કેટલા રાજીનામાં પડશે?? શુ મનસુખભાઇ રાજી-ખુશ છે ખરા ??!!
છેક 1990 પૂર્વેથી જુના ભરૂચ જિલ્લામાં રાજપીપલા-ડેડીયાપાડા-ઝગડીયા-સાગબારા અને સેલંબા સુધીની આદિવાસીપટ્ટી પર કોંગ્રેસનુ એકધાર્યું વર્ચસ્વ રહ્યું હતું. આઝાદી પછી ભરૂચના કેરવાડાના ચંદુભા રાજ પછી અહેમદ પટેલ અને ત્યાર બાદ સતત આદિવાસી રાજકિય સામ્રાજ્ય (સાંસદ તરીકે)ની શરૂઆત ચંદુભાઈ દેશમુખની લોકસભામાં ભાજપમાંથી થયેલી જીત, તો પણ વિધાનસભાની મહત્તમ બેઠકો કોંગ્રેસને 9 માંથી 4 બેઠજ મળતી હતી, ભાજપ અંકલેશ્વર-ભરૂચ જેવા શહેરી વિસ્તારોમાં વિક્સયું તો પેરેલલ ઝગડીયા-વાલિયા સ્વ.ચીમન પટેલ, પ્રકાશ બ્રહ્મભટ્ટ (કોકો)ના સમયમાં જનતાદળના નામે છોટુભાઈ વસાવા એ એકચક્રી સાશન આદિવાસી પટ્ટી પર એવું જડબેસલાક જમાવ્યું કે ગાંધીનગરે પણ એમના આધિપત્યને સ્વીકારતા રેહવું પડ્યું, ઝગડીયા પછી ડેડીયાપાડા પણ છોટુભાઈએ છીનવી લીધું, પિતા-પુત્રોની સંયુક્ત પોતાની હાક-ધાક અને આદિવાસી હોવાના નાતે છોટુભાઈ વસાવાએ “આદિવાસી મસીહા”નું બિરુદ પણ મેળવી લીધું.તાલુકા-જિલ્લા પંચાયતો પર પણ આ ટોળકીનું જ રાજ ચાલ્યું ને છોટુભાઈ મોટું માથું રાજકિય ફલક પર બન્યા, ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પણ કૂદયા, પોતાની BTP બનાવી અને અલગ આદિવાસી રાજ્ય માંગવા સુધીની હિંમતે પહોંચ્યા…અહેમદ પટેલથી માંડી નરેન્દ્ર મોદી પણ આ મસીહાને આદિવાસી પ્રભુત્વ હોવાના નાતે પૂછતાં…હા, એક વાત ચોક્કસ કે જિલ્લાની લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખલાલે એક પણ વાર આ ‘મસીહા’ને તો દિલ્હીનો દરવાજો-સાંસદ ભવન જોવા ના જ દીધું…થોડામાં ઘણું આ મહાબલી ના ત્રણે પુત્રો સત્તાના જોરે લક્ષ્મીની લાલચમાં એવા તો અટવાયા કે સત્તા તો ઠીક, હાક-ધાક પણ ખોઈ બેઠા…ભ્રષ્ટાચાર-દુરાચાર અનીતિ અને કુશાસનના પ્રતાપે છોટુ ભાઈની પડતી શરૂ થઈ,જેને છેલ્લો ઘા છોટુભાઈના પોતાનાજ કહેવાતા માણસોએ, દિકરાઓએ ગદ્દારી કરી, આંતરિક સત્તાની સાઠમારી, ખેંચતાણ અને બળવાખોરીના પાપે છેલ્લી ચૂંટણીમાં બુરી હાર અપાવી. જેનો યશ ભાજપના બે ત્રણ મોટાં અને ખોટાં માથાઓ લઈ ગયા. જો કે એમનું ટાર્ગેટ ઈનડિરેકટલી મનસુખલાલનો તેજોવધ કરવાનું મનાય છે…
એક સમયના છોટુભાઈના ડાબા જમણા હાથ સમાન પ્રકાશ દેસાઈ, જૈમીન અને રિતેશ વસાવા એન્ડ પાર્ટીને કેટલાક લાભોની લાલચ આપી છોટુભાઈ પાસેથી ભાજપમાં લઈ આવનારાઓને એ ખબર નહીં હોય કે તેઓ ઘરનાજ જુના જોગીઓને ‘બાવા’ કહો કે વિરોધી બનાવી રહ્યા છે…જે તે સમયે ભાજપના જ ક્રેડિટ ખાઉં નેતાઓ સામે ગરજનાર મનસુખલાલ પક્ષની મર્યાદાના કારણે ચૂપ રહ્યા હતા, પણ ભાજપમાં ઘુસેલાઓએ જે પક્ષની જ ઘોરખોદવા માંડી ત્યારે આ ભોળા, નિષ્કપટ મનસુખલાલનો જ આત્મા રડ્યો હશે, એ પાક્કું…
આજના સમાચાર પત્રોએ આ પોલ તો ખોલી જ છે, પક્ષના જ 20 જેટલા જુના અને વફાદાર હોદ્દેદારો, કાર્યકર્તાઓ જેમાં પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય, જિલ્લા સંગઠન મંત્રી, સંગઠન ઉપપ્રમુખ, મહામંત્રી મહિલા મોરચા, મંત્રી મહિલા અને યુવા મોરચા, કિસાન મોરચા, સહિત 20 માથાઓએ એ ‘માથું પકડી’ કે પછાડી ને રાજીનામાં પાટીલ સાહેબને આપ્યાનો પત્ર વાયરલ થયો છે. પત્ર જો કે કેટલાક રહસ્ય સર્જે છે…પણ ધુમાડો નીકળ્યો છે, તો અગ્નિ તો પડ્યો જ હશે. બધું સમું સુતરું તો નથીજ નથી…સત્તા અને લક્ષ્મીની મોટી લઢાઈ આદિવાસીપટ્ટી પર લોકસભાની ચૂંટણી દરમ્યાન સપાટી પર આવશે જ…