- ભારતીય જનતાપાર્ટી ગુજરાતની જ્વલંત જીત પછી શિયાળ ચાલે રાજનીતિ કરે છે…?
- કેન્દ્રનું પક્ષીય માળખું યથાવત પરંતુ જરૂરિયાત મુજબ સંગઠનમાં પણ ફેરફાર થતા રહેશે..
- ભરૂચ જિલ્લામાં પણ સંગઠનમાં ફેરફારની સંભાવનાઓ ના ગણિત માન્ડતું ભાજપ…માત્ર શક્યતાઓ કે સત્યતા પણ…?
ગુજરાતની અતિભવ્ય અને ઉજ્જવળ જીત પછી ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર કક્ષાએ બહુ જ મજબૂત પરિસ્થિતિ અને ખાસ કરી ગુજરાત લોબી તો ફૂલ પાવરમાં આવી ગઈ હતી અને તે પણ ત્યાં સુધી કે કેન્દ્રીય સંગઠન પ્રમુખ પદે જે.પી. ની જગ્યા એ સી.આર.પાટીલ સાહેબ ને બેસાડવાના પણ પાક્કા ગણિત મડાયાં હતા.જો કે હિમાચાલમાં હાર છત્તા જે.પી.બચી ગયા અને સી.આર. ગુજરાતમાં જ અટકી ગયા…એટલું તો ઠીક પણ આખું મીડિયા કહી રહ્યું હતું ત્યારે પણ મોદી સાહેબે મંત્રી મંડળ માં સહેજે કોઈ ફેરફાર ના કર્યો…પ્રણાંલી મુજબ કેન્દ્રનું સંગઠન જો યથાવત રહે તો સામાન્યતઃ પ્રદેશ માળખું પણ સ્થિર જ રહે છે…
મોદીજી થોડું કેન્દ્રમાં ઠીક ઠાક કે મનનું ધાર્યું આગળ કરે એ પેહલા અદાણી કૌભાંડ બહાર આવ્યું અને દેશ આખો હાલી ઉઠ્યો…એક પછી એક મોદીજી સમસ્યાઓમાં ઘેરાતા જ રહ્યા છે.સંઘ સહિતનું ભાજપ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને ઘર આંગણે પરિસ્થિતિ સંભાળવામાં વ્યસ્ત છે,બીજી બાજુ આજ-કાલમાં ત્રણ રાજ્યોના પરિણામો અને બીજા 6 રાજ્યોના 2024 પહેલાના ઇલકેશનો માથા પર છે,ત્યારે ભાજપ ફૂંકી ફૂંકી ને પાણી પીવે એ બહુ સ્વાભાવિક છે.2024 ભાજપ માટે જીવન-મરણ જેવો પ્રશ્ન છે અને એમાં ગુજરાત,દિલ્હી,કર્ણાટક,મુંબઈ,બિહારથી માંડી એક એક રાજ્યની લોકસભાની બેઠકો નું આગવું ગણિત મૂક્યું છે…
ગુજરાતનો ગઢ કોણે અને કેવો,કેટલો જીત્યો છે,એનું સત્ય ભાજપ જાણે છે…લોકસભાનું ઇલેકસન એ માત્ર ગુજરાતના જેવું નહિજ હોય…પણ ગુજરાતમાં પણ 100% બધું સમુસુતરું તો નથી જ નથી..આંતરિક અસંતોષ અને દાવાનળ તો છે જ..જો ઢાંકણું ખુલ્યું તો તો…પણ ભાઉ પાટીલ સાહેબ જીતેલી બાજી હારવા માગતા નથી…મહા પરાણે મેળવેલી ઈજ્જત,ધાક,પ્રતિષ્ઠા સાવધાની થી સાચવીને ગુજરાત ભાજપને 2024 સુધી સંભાળવા ઘણા પ્રેક્ટિકલ પણ બન્યા છે…ગુજરાત વિધાનસભા-બજેટ સત્ર દરમ્યાન પણ પક્ષમાં અસંતોષ અને અશિસ્ત દેખાઈ છે,પણ બધું દબાઈ રહે છે…આવામાં પણ ક્યારેક ક્યારે પાટીલ સાહેબ હોદ્દાની લોલીપોપ બતાવી ને ઉપદ્રવીઓ ને કાબુમાં રાખે છે તો ચાન્સ જોઈને સોગટી પણ મારી લે છે..
ઘણી બધી ઉઠેલી ફરિયાદોને પાટીલ સાહેબ એક પછી એક વારાફરતી સોલ્વ કરે છે જેથી કોઈ મોટો હોબાળો ના મચે…ગુજરાત ના 7..8 જિલ્લાના પ્રમુખો એક પછી એક જુદા જુદા કારણો આપી જેમની સામે અસંતોષ કે ફરિયાદ હતી એમને હટાવ્યા છે…કરજણ એનું બહુ મોટું ઉદાહરણ છે…હજુ નિગમોમાં ડિરેક્ટર્સ અને ચેરમેનો ની યાદી બદલાતી રહેતી પણ ફરે છે…વિધાનસભા પતે પછી કૈક થાય તો અસંતુસ્ટો ના ભાગ્ય…
મૂળ વાત ભરૂચની કરીએ તો ભરૂચ જિલ્લા ભાજપ ના આંતરિક વર્તુળોમાં સંગઠનમાં ફેરફારની વાતો જોર શોરથી,પણ અંદર અંદર કાનો કાન ચાલી રહી છે…ફેરફારો આવે છે એવું કેહનારાઓ વધારે છે,પણ ક્યારે ને કેવા..? એ બોલવા કોઈ રાજી નથી…બધા ને ઘણી બધી ફરિયાદો છે.આ ફરિયાદો પાટીલ ભાઉ અને પ્રદેશ સંગઠન ના મોટા માથાઓ સુધી લેખિત-મૌખિક રાહે પહોંચ્યા છે…ભાજપે 5 એવ બેઠકો અને તે પણ ઝગડીયામાં છોટુભાઈ ને હરાવી જીત્યા નો શ્રેય કોઈ એકના માથા પર લેવાય એવું હવે રહ્યું નથી.પુનઃ જિલ્લામાં ત્રણ વિભાગોનો ટ્રાયો બન્યો છે,જિલ્લા ભાજપ ને અભિશાપ છે કે એક નેતૃત્વ હેઠળ ક્યારેય કોઈ પણ સળગતા પ્રશ્ને બધા જ એક થઈ,એક નેતૃત્વ હેઠળ ગાંધીનગર ને હચમચાવે,સત્ય સંભળાવે,ધાર્યું કામ કઢાવે એવા નજીકના ભવિષ્યમાં કોઈ ઉદાહરણ મળ્યા નથી.સત્તા ની લ્હાય અને સત્તા લોલુપ્તા ના પરિણામે જુદા જુદા ફાંટા એક કરવામાં મારુતિસિંહ પણ લગભગ નિષફળ રહ્યા છે…એ પણ આંતરિક વિરોધનો સામનો કરી રહ્યા છે…ઘણી રજૂઆતો થઈ છે છેક ઉપર સુધી…પણ એમની લોબી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના ચાર હાથ છે ત્યાં સુધી બાપુ મસ્તીમાં મુસ્તાક છે,એમનો આત્મવિશ્વાસ ઘણો પ્રબળ છે…પણ રાજકારણ એટલે અનિશ્ચિતતાઓ નો અડ્ડો…ક્યારે કોણ ક્યાં ને કાયા ખાડામાં પડે કે શિખરે ચઢે એ તો સમય જ સાબિત કરતો હોય છે…અને ભરૂચ જિલ્લા ભાજપ ના ઘણા બધા નેતાઓ આ સમય ને પાકવાની જ રાહ જોઇને બેઠા છે…ત્યારે માં નર્મદાને એટલી જરૂર પ્રાર્થના કે હે કમળના નાથ…જે પણ કરો એ અમારી ભૃગુભૂમિ નું ભલું થાય,પ્રજા ને ન્યાય મળે,પ્રજાની ચિંતા કરે એવા ને અમારું..મપક્ષનું સુકાન આપજો…જેનું ગાંધીનગર સાંભળે,જેની જિલ્લામાં હાક ને ધાક હોય…જિલ્લા ની જનતાએ ભાજપને બધું દુઃખ દર્દ ભૂલી ને આંખ- કાન બંધ કરીને ખોબે ખોબે આપ્યું છે:હવે પ્રજાની લૂંટાતી ઈજ્જત નો કોઈ રખેવાળ રેવા ને આપજે…