Published by : Rana Kajal
- ઉન્ટીયાદરા ગામને મળ્યો રૂપિયા 370 નો ભાવ,54 ખેડૂતો બનશે કરોડપતિ??ભવિષ્ય 740 નું ચિંતિત બનશે..
- ખેડૂતોની પીઠ પાછળ સંતાઈને રાજકારણ રમનાર નેતાઓનું સાચું ને સીધું ટાર્ગેટ નેતાઓની શરણાગતિ ના સ્વીકારતા કલેકટર છે???
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંકણે NHAI-નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના, વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માં સંપદાનમાં જતી ભરૂચ જિલ્લાના 3-4 તાલુકાની જમીન, જેમાં ઉન્ટીયાદરના 54 જેટલા ખાતેદારો-ખેડૂતોનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેકટ પૈકી આ વિસ્તારની 90 ટકા જમીનોનું સંપાદન તો થઈ ને કામ પણ પૂરું થઈ ગયું છે,પેમેન્ટ પણ કરાઈ ગયું છે. પણ કેટલાક ભાજપના નેતાઓએ મત કમાવવાની લ્હાયમાં કે પછી કોઈ સોદા,આડો લાભ ઉઠવવાની રાજ રમતમાં આ નિર્દોષ અને રાજકારણથી ના સમજ કિસાનોને “અમે ઊંચો ભાવ અપાવીશું” ના આકાશી સપના, લાલચ બતાવી, પાવર પોલિટિક્સ રમવાનો ખેલ કર્યો હોવાની વાતે છેક ગાંધીનગર અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચકચાર જમાવ્યો છે…આંદોલનો, હોંકારા પડકારો-દેકારા અને ગડકરી જી, NHAI ના મોટા અધિકારીઓ સુધી પહોંચી અહમ કે જીદ, ઈચ્છા પૂર્તિના,ન્યાયના નામે, તમામ પ્રયાસો કર્યા પણ સરકારની તિજોરી અને વાસ્તવિક કિંમતો, ના અવગણીને અને ભવિષ્યમાં બીજા નિર્દોષ ખેડૂતો પાયમાલ ના થઈ જાય, હા 5-50-100 કરોડપતિ બની જાય પણ સંપાદનનો લાભ ન મેળવાનારાઓ અસંખ્ય કિસાનો એમની જમીનો ની ઊંચી બજાર કિંમત, જંત્રી થતા મોટા દસ્તાવેજોના બોજ નીચે દબાઈ ના જાય, માર્કેટમાં મંદીનું મોજું ના ફરિવળે,ગણોતિયાઓ પણ ના અટવાય, એ માટેના પ્રયાસો પણ છેવટે ન્યાયના મુદ્દે આક્રમક રજૂઆતો કરનાર કિસાનો સામે, સોલ્યુશનના દાવે, ઝુકેલા વહીવટીતત્રએ વચગાળાના રસ્તા તરીકે ઉન્ટીયાદરા ગામની જમીનોની 2013ના બેઝ તરીકે ગણી રૂપિયા 370 પર સ્કવેર મીટર જાહેર કર્યો છે…
તમામ અખબારોએ આ સમાચારો ને બેઉ તરફી,લાભ અને નુકસાનીની ધારદાર રજૂઆતો સાથે નિષ્પક્ષ રીતે લીધા છે,તમામ મુદ્દાઓ, એ પેપર કટિંગ મારા આ બ્લોગમાં અક્ષરસહ JPG ફાઇલમાં મુક્યા જ છે…નવી જંત્રીનો ભાવ હવે આ ગામનો 30 લાખ થશે.. જે બાકીના 2641 કિસાનો ને લાગુ પડશે,જેમની જમીનો સંપદાનમાં ગઈ નથી…આ બધું તો અખબારોએ લખ્યું, ને આંદોલન કરીરહેલા કિસાનોને આ બધી જ ખબર પણ હતી જ,પણ દાવ આવ્યો છે,ત્યારે હું કમાઈ લઉં,દુનિયા જાય…એવી સવાર્થ ભરી નીતિ ઉપરાંત પણ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે…જોકે હું પણ સ્વીકારું છું જ કે જમીન એ ખેડૂત માટે એનો જાન,જમા મૂડી અને FD છે…એને છોડતા એનો જીવ જાય છે,લાગણીઓથી એ બંધાયેલો હોય છે,પણ એ બધાનું વળતર માત્ર સંપાદન વખતે જ ચાર ઘણું વસુલ્યા પછી પણ કકળાટ શેનો…???
ભરૂચ જિલ્લામાં નવા આવેલા કલેકટરશ્રી સાથે આવતા વેંત કેટલાક ભાજપી નેતાઓ એમની પહેલાના પાળેલા પોપટ જેવા એકાદ બે અધિકારીઓ પાસે આ નેતાઓનું જૂથ એ અધિકારી પાસે જેવું અને જેટલું કામ કઢાવતા હતા, એટલું આ નવા કલેક્ટર રિસ્પોન્સ ના આપતા હોઈ, એમની સ્વતંત્ર બુદ્ધિ શક્તિ નો ઉપયોગ કરતા હોય, એક ટીમ બનીને એક રાજકીય જૂથ યેન કેન પ્રકારે એમને ભરૂચમાંથી બદલી કરાવવાના દાવપેચ અને ષડ્યંત્રમાં લાગી હતી, એમને બદનામ કરી બદલી કરાવવાનો ટાર્ગેટ નો અંદાઝ ગાંધીનગર ના હાકેમો ને પણ આવ્યો હતો, અને ભરૂચ જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ પણ ગાંધીનગર, દિલ્હીના નજરમાં હતું…જેથી સાચી ને સચોટ ઉદાહરણો સાથે રજુઆત થતાં કિસાનો નો મામલો ગૂંચવાયો…નવસારી અને વલસાડનો ભાવ ભરૂચ માં મળે, એવું કોઈ કહે તો કહેતા દિવાના અને સુનતાભી દિવાના, જમીનોનું મૂલ્ય સ્થળે સ્થળે જુદું જ હોય છે…પણ એક ને એ મૂલ્ય મળ્યું, તો અમને કેમ નહીં??એવો મુદ્દો ન્યાયની અદાલતમાં કેટલો ટકે?? પણ ખેર,ખેડૂત એટલે જગતનો તાત, એને એની જમીનમાં જ જીવ હોય,જેટલું વધુ મળે અને જો એ રૂપીઓ સાચવે તો ભવ તરી જાય, પણ અસંખ્યોના ભોગે પાંચ પચીસ લને કરોડોપતિ કોણ બનાવે…? અપવાદો બધે જ હોય, અનેક મિત્રોએ મને વ્યક્તિગત sms અને ફોન કર્યા…મેં એમનું દર્દ સમજ્યું ને એમને પણ સત્ય સમજાવ્યું પણ..પણ જ્યારે હઠ યોગ હોય ત્યારે સમય જ જે નક્કી કરે તે શ્રેષ્ઠ…ને તે અંતિમ
30-35 વર્ષના મારા પત્રકારત્વ અને રાજકીય જીવનમાં મેં બહુ બધા આંદોલનો, રજૂઆતો, આવેદનપત્રોની આપ લે…સરઘસો જોયા છે…મેં છેલ્લી 70-80 કિસાનોની કલેકટર કચેરીમાં કરાયેલી રજુઆત 3 વાર આખે આખી ખુબજ ધ્યાનથી જોઈ, તો કઇંક અજુગતું લાગ્યું, વિવેક શૂન્ય લાગ્યું…કિસાનો નો આક્રોશ તો ખરો, પણ એ લાગણીશીલ હોવા કરતા આક્રમક, મહેણાં ટોણાં અને ઉપહાસ કરનારો લાગ્યો, થોડો નાટ્યાત્મક લાગ્યો… કલેકટર જિલ્લાનો રાજા હોય છે, લોકશાહીમાં એ જિલ્લાનો CM હોય છે, ન્યાય મેળવવા આત્મ વિલોપનની ધમકીએ બહુ યોગ્ય ન લાગી, મને મારી ઈચ્છા-માંગણી મુજબ નહીં મળે, તો એ અન્યાય હશે,અને એ માટે હું જીવ આપી દઈશ… આ તો ઇમોશનલ બ્લેક મેઇલિંગ ના કહેવાય?? તો પછી ન્યાયલયો પરના ભરોસો નું શું?? નિપુલ પટેલ છે તો બહુ હોંશિયાર અને સ્માર્ટ નેતા..સાંભળ્યું છે કે એને ભાજપ થી પણ છેડો ફાડયો છે, કોઈક પદે થી રાજીનામુ આપ્યું છે, સાચું ખોટું એ જાણે, ને જણાવે…પણ એણે એક મદયસથી તરીકે મધ્યમ માર્ગી બની વાંચગાળાનો માર્ગ કાઢવો જોઈએ, કહેવાય છે કે એક વાર બોલ્યું પણ કોઈક ફર્યુ હતું, સાચું ખોટું એ જાણે,પણ રણજીતસિંહ ડાભી પણ ઘણું બોલ્યા,સારું બોલ્યા,પણ આ કોઈ ઇમોશનલ ડ્રામા ક્રિએટ કરવાનો રાજકીય આક્ષેપો કરવાનો પ્રસંગ નહતો..ડાભી સાહેબ પણ જાણતાજ હશે કે ‘જેટકો’ ની લાઇન જતી હોય તો માર્કિંગ પછી પણ આંબા વાવી કયા ખેડૂતો સરકારી સ્કીમોનો કેવો ને કેટલો ગેરલાભ ઉઠાવે છે…રણજીતસિંહ ભવિષ્ય ના સારા કિસાન નેતા ના બધાજ લક્ષણો ધરાવે છે…મહેન્દ્રસિંહ-રાકેશ ટીકેટ જેવા… પણ આ તો હમામ મેં સબ…જેવું છે, રજુઆત દરમ્યાન આવેલા 70-80 ખેડૂતો માંથી 5-25 એ તો ચેનલ નર્મદા અને મારા વિરુદ્ધ પણ ગણગણાટ કર્યો,એ એમનો હક્ક અને લાગણી પણ હશે, પણ ચતુર નિપુલે બધાને બહુ કુનેહપૂર્વક વાળી લીધા,નહીંતર બધા પત્રકારોએ નારાજ થઈ માઈક ખેંચી લીધા હતા…લાગણીઓમાં આ બધું સામાન્ય છે…ઘણા ને મારા બ્લોગ માં કૉમેન્ટ્સ કરવા ઉશ્કેરવામાં આવેલા..પ્રજા નિર્ભય બને એ તો અસવકાર્ય જ છે…પણ કોઈનું પપેટ ના જ બનાય…
ન્યાય મેળવવા ધમકી ના હોય,તર્કબદ્ધ દલીલો હોય,નિપુણ ભાઈની દલીલો તો કપિલ સિબ્બલ જેવી હોય છે એવું એક સિનિયર ભાજપી નેતાએ મને ભાર પૂર્વક કહ્યું…!!! એમનામાં સારા નેતાના ગુણો છે,પણ સાથે સાલસ થવું જોઈએ…સારો, નીસ્વાર્થ નેતાનો સાથ હોવો જોઈએ..મેં એક ખેડૂતને પૂછ્યું પણ ખરું કે નિપુલ અને રણજિત ડાભીની કેટલી જમીન સંપાદન માં ગઈ? તો જવાબ ન મળ્યો..હું ખોટો હોઈ શકું,પણ હંમેશા નહીં,એવીજ રીતે ખેડૂત કે વહીવટી તંત્રનું પણ વિચારવું પડે,જોઈએ…રજૂઆતો ની પાછળ એવું સ્પષ્ટ એના વક્તાઓના ઇન્ટરવ્યૂ માં ફિલ થયું,કે ‘પીછે કોઈ પકકા હૈ’,આ સત્ય કોઈ સ્વીકારશે નહીં…પણ કહેવાય છે કે ગાંધીનગર અને દિલ્હીની આંખો લાલ થતા વ્હેતિયા નેતાઓએ “આમાં હવે અમે નથી” ખુદ છૂટી પડી ને પાછલા બારણે ,ન ભોળા અને નિખાલસ સાંસદ મનસુખલાલને પત્રચારો કરાવ્યો…અરે,પોતાનો અહમ સાચવવા જેને કંઈજ લાગતું વળગતું નથી એવા પ્રતિસ્પર્ધી ચૈતર વસાવા ને ઢસડી ને પોતે રાજકીય દુશમની વસુલવાની કૂ ચેષ્ટા ભાજપીઓ એ જ પાર્ટીને નુકસાન કરનારી કરી હોવાનું બહાર આવી રહ્યું છે,જો એ સાચું હોય તો CM એ ચેતવા જેવું ખરું…
જે થાય છે તે સારા માટે,આ નાનકડા અસન્તોષ અને કાંકરી ચાળાએ ભવિષ્યમાં ભાડભૂતમાં સંપાદિત થનારી હજારો એકર જમીનો અને અંદાજે ચૂકવવાના અબજો રૂપિયા, આ દેશના ખોટા હાથમાં જતા બચાવ્યા છે…એક મળતી માહિતી મુજબ, આ આખા જંત્રી ના ખેલ પાછળ એક મુખ્ય કારણ ભાડભૂત બેરેજમાં જનારી હજારો એકર જમીનોમાં ઊંચી કિંમતના કરોડો રૂપિયા કમાઈ લેવાના દાવપેચ,સાજીશ છે…!!? ઘણા મોટા માથાઓએ નદીના ડુબાણમાં ગયેલી જમીનોના પણ મફતના ભાવે પોતાના કે ડમી નામે સોદા કરી લીધા છે. આ તોફાનો પછી રાજ્યસરકાર ના ઈશારા અને અહીં થી દિલ્હી પહોંચતી સચોટ માહિતીઓ બાદ કેન્દ્રીય જાંચ એજન્સીઓને કડક સૂચનો અપાઈ છે કે છેલ્લા 5-7 વર્ષમાં આવી શંકાસ્પદ જમીનો ના થયેલા તમામ ડમી સોદાઓની ઝીણામાં ઝીણી વિગતો,લાભાર્થી, ખાતેદારોની વિગતો કેન્દ્ર,રાજ્ય સરકારને પહોંચાડવામાં આવે…આ તો ઠીક એક નેતાજી ના કહેવા મુજબ રાજકારણીઓના મીઠા-સોલ્ટ ના અગરો નો પણ હિસાબ કિતાબ ભરૂચ જિલ્લામાં મુકાઈ રહ્યો છે..ગાંધીનગર-દિલ્હી એક મોટી સાફ સફાઈ ભરૂચની ભારતીય જનતા પાર્ટીમાં ઇચ્છી રહ્યું છે અને એવું તોફાન આજે નહીં તો કાલે,આવશે તો ખરું જ કૌભાંડો બહુ મોટા છે જિલ્લા માં…..અને કિરણ પટેલ,વિરાજ પટેલ,સંજય શેરપુરીયા અને યુવરાજસિંહ જાડેજા જેવા ઠગો થી ભાજપ ભયંકર બદનામ થયું છે ત્યારે ચેતતો નર સદા સુખી…
![May be an image of newspaper, road and text](https://scontent.fbdq3-1.fna.fbcdn.net/v/t39.30808-6/343177215_1596632040850045_6845542135312948770_n.jpg?stp=dst-jpg_s851x315&_nc_cat=110&ccb=1-7&_nc_sid=110474&_nc_ohc=1rq0vSzdOeoAX8TQqil&_nc_ht=scontent.fbdq3-1.fna&oh=00_AfCzZiov7jq4Jo_pnGD_gJgwHJ05kiFoYe301AvvYtbS5Q&oe=646426B9)
![May be an image of newspaper and text](https://scontent.fbdq3-1.fna.fbcdn.net/v/t39.30808-6/343126844_1178836672787339_1891657512126228090_n.jpg?stp=dst-jpg_p296x100&_nc_cat=103&ccb=1-7&_nc_sid=110474&_nc_ohc=SZKGvuhle2AAX_2Yi5K&_nc_ht=scontent.fbdq3-1.fna&oh=00_AfBtv0wDKosdiwtxVrSz0cqDwWUSEj_YixIsGeegl6cOMw&oe=6464129A)