બીજી મા સિનેમા : ઋષિ દવે
Published By : Parul Patel
શાહરૂખ ખાનની ફિલ્મ પસંદ કરવામાં માસ્ટરી છે. ડંકીનો વિષય દેશના લાખો પરિવારને સ્પર્શે છે. ઓછું ભણતર હોય અને ઝડપથી પૈસા પેદા કરવા, કમરતોડ વૈતરું કરવાની તૈયારી રાખી પોતે અને પરિવારને આર્થિક રીતે મજબૂત કરવા યેન કેન પ્રકારેન સ્વદેશ છોડી લંડન જવા માંગતાઓ એજન્ટોના રવાડે કેવા બરબાદ થાય છે, એની સચોટ રજૂઆત દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ કરી શક્યા છે.
પંજાબનું લાલટ ગામ, પીનકોડ 14 14 102 ના બલ્લી કક્કડ (અનિલ ગ્રોવર) બગ્ગી લેખવાલ (વિક્રમ કોચર) અને મનું રંધવા (તાપસી પન્નુ) લંડન હવાતિયાં મારે. વિદેશ જવા વિઝા જોઈએ, વિઝા માટે બેન્ક બેલેન્સ, ડિગ્રી અને મિલકત જોઈએ, આ ત્રણેય પાસે કશું જ નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સૂજે એમ ત્રણેય જણા ખૂબ પૈસા કમાવા માંગે એટલે એજન્ટના રવાડે ચઢે અને મૂર્ખાનામ શિરોમણી બને. ફોરેન જવું હોય તો અંગ્રેજી ધાણી ફૂટે એમ બોલતા આવડવું જોઈએ એ માટે IELTS ના કોચિંગ ક્લાસ જોઈન્ટ કરે અને હાસ્યની છોળો ઉડાડવા ગીટુ ગુલાટી (બોમન ઈરાની) હાજર થાય.
લશ્કરનો ભૂતપૂર્વ અધિકારી હરદયાલ સિંઘ ધિલ્લોન જેનું હુલામણુ નામ હાર્ડી (શાહરુખ ખાન) લાલટુ નગરમાં આવે. રાષ્ટ્રગીત સાથેની એની એન્ટ્રી દર્શકોને મોહિત કરે. હાર્ડી અને મનુ વચ્ચે પ્રેમનો અંકુર ફૂટે. ભારતથી પાકિસ્તાનથી અફઘાનિસ્તાનથી ઈરાનથી તુર્કીથી લંડનની ધરતી પર પગ મૂકે. આ જોખમી ગેરકાયદેસર સફર પૈસાની લાયમાં અક્કલ ગીરવે મુક્તાઓની દુર્દશા વર્ણવે. સ્વદેશી મજબૂરીમાં જાનનો ખતરો છે એવું કહે, સૈનિક જાનની પરવા કર્યા વગર જૂઠું ના બોલે. અભિજીત જોશી રાજકુમાર હીરાની અને કનિકા ધિલ્લોને આજથી 140 વર્ષ પહેલા વિઝા હતા જ નહીં, એ અમલમાં આવ્યા અને માલેતુજાર જ વિદેશમાં જઈ શકે, ગરીબ વિદેશ જવા લલચાય તો કેવી દુર્દશા થાય એનું આબેહૂબ વર્ણન કર્યું છે.
સુખી (વિકી કૌશલ) કોણ છે ?
એનું શું થાય છે? એ વિષે ડંકી જોશો તોજ આપને ખબર પડશે.
લંડનમાં પૂરું પટેલ (દેવન ભોજાણી) વકીલ તરીકે કેવા કેવા હથગંડા વાપરે છે એ જોવાની મજા પડશે.
મારધાડની ફિલ્મો જોઈને મગજ બહેર મારી ગયું હશે, ત્યારે કોમેડી, ઇમોશન, પ્રેમાલાપ, દોસ્તી જોઈને ફુલ હળવા થવાનો આનંદ લુટો.
दुनियामे बहोत गम हे !
अपना दुःख तो कम हे।