ઋષિ દવે : બીજી મા સિનેમા
Published By : Parul Patel
પાકિસ્તાનની નાપાક તાનાશાહી કલમ 370ને લઈને જે ગેરસમજ ફેલાવી ત્યાંની પ્રજાને હથિયાર બનાવી, સત્તા ટકાવી આટલા વર્ષો રાજ કરતી રહી. કાશ્મીર હમારા હે ના બુલંદ નારા કરતી રહી તેનો કાયમી ઉકેલ દર્શાવતી ફિલ્મ “આર્ટિકલ 370” દરેક ભારતીયોએ જોવી જ પડે.
ભારતના બંધારણની કલમ 370 કોઈ કાળે, કોઈથી નાબૂદ જ ન કરી શકાય એના માટે વર્તમાન સરકારે 5મી ઓગસ્ટ 2019 ના રોજ રાષ્ટ્રપતિએ આદેશને સ્થાનાન્તરિત કરી રાજ્યસભા અને લોકસભાને સત્તા છે કે એને નાબૂદ કરી શકાય એવું ફરમાન કર્યું. આ માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, એન. આઈ. એ કમરકસીને કાયદાના અભ્યાસુએ દિવસ રાત એક કરી સેંકડો દસ્તાવેજોને ચકાસી એના લૂપ હોલ્સ શોધી શતરંજની એક એક ચાલ એવી રીતે રમ્યા કે લોહીનું એક પણ ટીપું રેડાયા વગર હેવાતા પાડોશી દેશના ખેરખા, આંતકવાદીઓ, હેકર્સને અંધારામાં રાખી જીત હાંસલ કરી, જેને સિનેમા પડદે જોવાની મઝા, રોમાંચ કંઈક જુદો જ છે. ગજ ગજ છાતી ફૂલે, ચુનંદા વીર જવાનો માટે તો પીઢ મૂસદી રાજનેતાઓ માટે.
આદિત્ય ધર અને મોનલ ઠાકરે લસલસતો શીરો ગળે ઉતરી જાય એવી રીતે આ મેં અહીં વાત સરળ ભાષામાં લખી છે. શબ્દોને અભિનય દ્વારા અને એ મુજબના દ્રશ્યો ખડા કરવાનું કામ દિગ્દર્શકનું છે. આદિત્ય સુહાસ જામ્ભલેનો અભ્યાસ દાદ માંગી લે તેવો છે.
પાત્રવરણીમાં ફિલ્મ જોવા જઈએ ત્યારથી એકજ તાલાવેલી થાય *નમો* ક્યારે પડદા પર આવે ? એ નમોની જેમ જ દેખાશે, ચાલશે, બોલશે, બેસશે, હુંકાર ભરશે એ કોણ હશે ? અરુણ ગોવિલે પુરા પ્રયત્ન કર્યો છે. બીજું પાત્ર ગૃહમંત્રી બેઠી દડી નો દાઢીવાળો, ખંધુ હાસ્ય રેલાવી શકે, ત્રાડ પાડી શકે, આંખના ઈશારે ભલભલાને ચૂપ કરી શકે, એ પાત્ર ભજવ્યું છે કિરણ કરમાકરે. NIA ની ટીમને લીડ કરતી ઝૂની હકસરનું પાત્ર યામી ગૌતમે બેખૂબીથી અદા કર્યું. પ્રાઈમીનીસ્ટર ઓફિસની રાજેશ્વરી સ્વામીનાથનનું પાત્ર પ્રિયામણી સુપર્બ પાર્લામેન્ટમાં ગુપ્તતાના સોગંદ લેનારા અધિકારીનું બુદ્ધિ કૌશલ્ય આ પાત્રમાં દેખાય છે.
જેટલા પાત્રોએ પાકિસ્તાન તરફી અભિનય કર્યો છે, બધાજ એકથી એક ચઢિયાતા છે. દિવ્યા શેઠ શાહ પરવીનના પાત્રમાં, સંદીપ ચેટર્જી આઈ. એસ. આઈ. ચીફ, એમની કટ્ટરતાજ સત્તાધીશોને નાસૂરની જેમ ખટકે ત્યારેજ આવા ઐતિહાસીક નિર્ણયો લઇ શકાય.
एक देशमे दो सविंधान, दो राष्ट्र ध्वज, दो प्रधान नही चल शकते, 370 को हटाएंगे, 5 और 6 ऑगस्टको बील पार्लियामेंटमें रखना हे. पुरे देशमे शांति रही चाहिये, कही भी दंगा फसाद न होने देना. जयहिंद.
એક એક દ્રશ્યો, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક, વેશભુષા, રંગભૂષા, પરફેક્ટ એડિટિંગ, અભિનય તો દર્શકોના રૂવાંડા ખડા કરી દે તેવો. આંટી ઘૂંટી, રહસ્યોના પાસા જાણીજોઈને લખતો નથી કારણકે એ જોવાની મઝા જ કઈ ઔર છે. વહેલી તકે આ ફિલ્મને કરમુક્ત કરો એજ પોકાર.
*જય હિન્દ, ભારત માતાકી જય*.