Home Blog BLOG : Rushi Dave…સેમ બહાદુર – આઈ એમ ઓકે रब का बंदा...

BLOG : Rushi Dave…સેમ બહાદુર – આઈ એમ ઓકે रब का बंदा हे ये…

0

બીજી મા સિનેમા : ઋષિ દવે

Published By : Parul Patel

ભારતના સર્વોત્તમ સૈનિક ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની જીવનકથાનું લાજવાબ ફિલ્માંકન સેમ બહાદુર એક નહીં બે, ત્રણ વાર સમયાંતરે જોવાનું પરિવાર સહિત ગમશે જ.

તારીખ 3જી એપ્રિલ 1914 માં અમૃતસરમાં જન્મેલા સાઈરસનું નામ સેમ થયું કારણ સાયરસ નામનો અઠંગ ચોરએ વખતે પકડાયો હતો. 95 વર્ષની જૈફ વયે તામિલનાડુની વેલિંગટન હોસ્પિટલમાં તારીખ 27 જૂન 2008માં સેમનું ફેફસાની બીમારીથી મૃત્યુ થયું હતું. સેમ માણેકશા 1935 માં સૈન્યમાં જોડાયા. એમની સાથે બીજા બે સૈનિક હતા જનરલ મહંમદ મુસા પાકિસ્તાની અને જનરલ સ્મિત ડન બર્માના વર્લ્ડ વોર સેકન્ડ, ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ 1947, સીનો ઇન્ડિયા યુદ્ધ, ઇન્ડો – પાકિસ્તાન યુદ્ધ 1965 અને ઈંડો પાકિસ્તાન યુદ્ધ. 1971 જેમાં બાંગ્લાદેશ આઝાદ થયું પાંચ યુદ્ધ સેમ માણેકશા લડ્યા હતા.

દિગ્દર્શક મેઘના ગુલઝારે હંમેશા હટકે ફિલ્મ આપી છે. સેમ બહાદુર એમાંની એક છે. જીવનકથાને કચકડે મઢતી વખતે અભ્યાસ, દ્રશ્યાંકન કરવા માટેની પૂર્વ તૈયારી, પાત્રવરણી, ત્રણે પાંખના યુદ્ધના દ્રશ્યોની રીલ્સ, લોકેશન અંગ્રેજ, ઇન્ડિયા અને પાકિસ્તાનની સરકારી તંત્રની એ વખતની જાહોજલાલી પ્રોટોકોલ, પંડિત નહેરુ અને શ્રીમતી ઇન્દિરા ગાંધીની કેબિનેટના મંત્રીઓ રાજકીય તેમજ લશ્કરી કાવાદાવા, છૂપી બેઠકો, લશ્કરી શિસ્ત આ બધાની સાથે હળવી પળો, યુદ્ધના દ્રશ્યો, આપતકાલીન પરિસ્થિતિ, પ્રજાની રક્ષાની સાથે સૈનિકોનો જુસ્સો ટકાવી રાખવાની કોઠાસૂઝનું આબાદ નિરૂપણ ‘સેમ બહાદુર’માં જોઈને તરબતર થઈ જશો.

વિકી કૌશલ – સેમ માણેકશાનો અદભુત અભિનય કરે છે. એની ચાલ, માંજરી આંખો, મૂછ, હાઈટ, પારસીની પરફેક્ટ એક્ટિંગ, સ્ત્રી અને પુરુષનો ભેદ ભૂલીને સામેના પાત્ર સાથે એટલી જ સહજરીતે વાત કરી શકે, સૈનિકને જુસ્સો ચઢાવી શકે, રાજકારણીને સ્પષ્ટ શબ્દોમાં હા કે ના કહી શકે, એના રગેરગમાં માતૃભૂમિની રક્ષા, વર્દી, જબાનની કિંમત અને સામેવાળાની ચાલ પારખવાની દીર્ઘદ્રષ્ટિ જોવા મળશે. પરિવાર સાથે, રસોઈયા સાથેના દ્રશ્યો આટલો ઉચ્ચ લશ્કરનો અધિકારી કેટલો હળવી રીતે કરી શકે છે, સેમને 1972માં પદ્મવિભૂષણનું સન્માન મળે. દર્શકોની છાતી ગજગજ ફૂલે. સેમની પત્ની શીલું માણેકશાનો પાત્રમાં સાનિયા મલ્હોત્રાએ ખૂબ સુંદર અભિનય કર્યો છે. હંમેશા સેમને કહે કહા પોસ્ટિંગ મિલી, કબ જાના હૈ. આપકો યુદ્ધભૂમિમેં જાના હી ચાહિયે. બે સંતાનોની માતા તરીકે એની દીકરીઓને એટલી સહજતાથી મહેમાન સાથે કેવી રીતે વર્તવુંએ સમજાવે, એમને કસ્ટર્ડ ખાવું છે, તો પ્રેમથી કહે Custard Only on Sunday, Say Good Night to Uncle. કહી તમે તમારા રૂમમાં જવાનો ઈશારો મિલિટરીમાં ફેમિલી પાર્ટીમાં ડ્રીન્ક એન્ડ ડાન્સ હોય જ. આ બંનેમાં એકદમ પરફેક્ટ ડ્રેસિંગ, એટીટ્યુડ અને મિક્સિંગ થઈ જાય શ્રીમતી ઇન્દિરા ગાંધીનું પાત્ર ફાતિમા સનાશેખ, બોન્ડ વિથ અ સિલ્વર સ્પૂન, પંડિત જવાહરલાલ નહેરુની દીકરી, ઇન્ડિયાના ટોપમોસ્ટ રાજનીતિઓ બ્યુરોકેટ, લશ્કરી વડાઓ સાથે સહેલાઈથી સંપર્કમાં આવી શકે, પોતાનો મત રજૂ કરે અને સામેવાળાને બે ઝડપ કહી શકે. પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર, ડ્રેસિંગ, હેરસ્ટાઈલ, પાર્લામેન્ટમાં, કોર મિટિંગમાં, પ્રજાજોગ સંદેશામાં અસરકારક સ્પીચ.

જવાહરલાલ નહેરુનું પાત્ર નીરજ કાબીએ કર્યું છે. ફિલ્મમાં વધારે પડતું બતાવ્યું છે એવું લાગે છે. ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ નીતિના કારણે ઘણું વેઠવું પડ્યું એ વાત સો ટકા સાચી પણ ફિલ્મમાં જે રીતે નહેરુના મોઢે સંવાદ છે અને હાવભાવ છે, એ સ્વાભાવિક લાગતા નથી.

યાદગાર દ્રશ્ય અને સંવાદ:

  • શ્રી વી. કે. કૃષ્ણમેનન સંરક્ષણ મંત્રી હતા ત્યારે કે. એસ. થીમૈયા લશ્કરી વડા મેનને સેમ માણેકશાને પૂછે છે થિમૈયા વિશે તમે શું માનો છો? સેમ જવાબ આપે છે થીમૈયા ચીફ ઓફ આર્મી સ્ટાફ છે. અમારે એ વિશે વિચારવાનું ન હોય તે લશ્કરી શિસ્તથી વિપરીત છે. આથી મેનન મનોમન માણેકશાને કેમ બદનામ કરવાની યુક્તિ પ્રયુક્તિમાં પડે છે, ફિલ્મ જોશો એટલે ખબર પડશે સેમ કેટલી સહજ રીતે મક્કમતાપૂર્વક એમાંથી સન્માનપૂર્વક બહાર આવે છે.
  • પાકિસ્તાન સાથે યુદ્ધ કરતા પહેલા સેમ એમના સૈનિકોને સ્પષ્ટ શબ્દોમાં કહે છે તમે સૈનિક છો, એક સોલ્જર તરીકે વર્તવાનું છે, દુશ્મનને મારવાનો છે, તમે ચોર લુંટારા નથી, જે જગ્યાઓ, ગામ, શહેર કબ્જે કરો ત્યાંના બાળકો, રહેવાસીઓ, ત્યાંની ઇમારતોને નુકસાન પહોંચાડવાનું નથી. સ્ત્રીઓને સન્માનપૂર્વક રક્ષણ આપજો.
  • ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે ભારતની ધરતી નકશા અને પાકિસ્તાનની ભૂમિના નકશા ભારતે પોતાના અને પાકિસ્તાનને એમના આપી દેવાનું એવું નક્કી થયું કે તરત જ સેમ માણેકશાએ કહ્યું હતું કે પાકિસ્તાનના દરેક નકશાની કોપી આપણી પાસે રાખીને તેમના તેમને આપી દેવાના, કારણ કે પાકિસ્તાન વડાઓનો લગીરે ભરોસો કરવા જેવો નથી.
  • મહારાજા હરિસિંહજી કાશ્મીર પાકિસ્તાનને આપી દેવું એવા કરાર પર સહી સિક્કા કરવાનું નક્કી કર્યું ત્યારે ઇન્ડિયા તરફથી માણેકશોને અને વિદેશમંત્રીને કાશ્મીર મોકલવામાં આવ્યા. વિમાનમાં બંને ગયા માત્ર બે કલાકમાંજ મહારાજા હરીસિંહને સહીસિક્કા ન કરે બલ્કે, યુદ્ધ કરવા તૈયાર કરવાનું કામ સેમ માણેકશોને સોંપવામાં આવ્યું. ‘ઓપરેશન ગુલમાર્ગ નામ આપવામાં આવ્યું રાત્રે એરોડરામ પરથી પ્લેન ઉડીને દિલ્હી આવી ન શકે કારણ કે એરસ્ટ્રીપ પર લાઈટ ન હતી, પછી શું થયું એ જુઓ તો ફિલ્મમાં રુવાડા ઊભા થઈ જશે આ દ્રશ્ય જોઈને સલામ ! સેમ બહાદુર.
  • લશ્કરના જવાનને સરહદ પર લડવા માટેની ટ્રેનિંગ અપાય છે એને મિસ્ત્રી કામ ન સોંપાય એવી સ્પષ્ટ ના પાડવાની હિંમત સેમ માણેકશામાં હતી.
  • અગર પલટને કો બંદૂક ઉઠાની નહિ હૈ તો ચુડિયા પહેનલો…એવું લખીને રંગબેરંગી બંગડીનું બોક્સ સેમ માણેકશા મોકલે છે અને એ જ પલટન પુરા જુસ્સાથી દુશ્મનો પર જીત મેળવે છે.
  • એક ઓરત કે દિમાગ કો જીત નહીં શકતા, યુદ્ધભૂમિમેં જંગ જીતને વાલા…
  • મિનિસ્ટરો અને લશ્કરી વડાઓની એક પાર્ટીમાં મેડમ પ્રાઇમ મિનિસ્ટર મેં બજેટ કી બાત કરના ચાહતા હું, ત્યારે એક મિનિસ્ટર તેમને ટોકે છે સેમ કહે છે આજ તો મોકો છે, નાણામંત્રી, સંરક્ષણમંત્રી અને પ્રાઈમ મિનિસ્ટર હાજર છે એમની સમંતિ મળી જાય તો લશ્કરના બજેટમાં વધારો થઈ જશે, બાકી તો બજેટ વધારવાનો લેખિત અરજી કરીશું તો હું રિટાયર્ડ થઈ જઈશ પણ નિર્ણય નહીં આવે…

સેમ બહાદુરના ત્રણ ગીત છે જેમાંનું એક ગીત ગાયક :સોનુ નિગમ અને શ્રેયા ગોસાલ :

ઇતની સી બાત અનકહી
યું બયા હો ગઈ
ઇતની સી બાત દેખોના દાસ્તાન હો ગઈ…

સેમ બહાદુરને છાતીમાં નવ ગોળી વાગી હતી, તેવો પાંચ યુદ્ધ લડ્યા, ફિલ્ડ માર્શલના હોદ્દાને ગૌરવ અપાવ્યું, એમનો જીવનમંત્ર મેં હારના નહીં ચાહતા,
I am Ok
સેમ બહાદુર ને લાખો સલામ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version