બીજી મા સિનેમા : ઋષિ દવે
Published by : Parul Patel
જીવજંતુ અને પ્રાણીઓના નામ દઈ કેવી ગંદી ઉપમા આપો છો, આ સિવાય બીજું કંઈ આવડતું નથી તમને?
- વંદાની મૂછો ગમે તેટલી લાંબી હોય તો પણ એ પહેલવાન ન જ બની શકે
- કીડી ગમે તેટલી મોટી થાય તો પણ મંકોડો બની શકતી નથી – નક્કી કરી શક્યો છું, તું બિલાડી છે કે ઉંદર
- કાન ખજુરો ગમે તેટલું દોડે પણ એ યુસેન બોલ્ટ ન જ બની શકે
- કાન ખજૂરા ના સો પગ હોય છે એમાં બધા પગ જ નથી હોતા, કેટલાક હાથનું કામ કરે છે,બીજાને મદદ કરવાનું, આપવાનું.
સિદ્ધાર્થ રાંદેરીયા અભિનયના શહેનશાહ, ફિલ્મમાં એમનું નામ છે : હરિપ્રસાદ ગોવર્ધનભાઈ ત્રિભોવનદાસ દેવજી. એકવાર સાંભળીએ તો યાદ નહીં રહે એટલે હરિભાઈ કહીશું. એમને અડધો ડઝનથી વધારે રોલમાં જોઈને, દરેક રોલ વખતે ફિલ્મનો હીરો ઓમ (રોનક કામદાર) જેમ ચમકે છે એમ તમે પણ ચમકશો. ઓમનું પેશન છે એક્ટર બનવાનું અને ડ્રીમ છે વિની(વ્યોમા નંદી)સાથે લગ્ન કરવાનું. ત્રીજુ પાત્ર ફેનિલ. ઓમ વિની અને ફેનીલ જીગર જાન દોસ્ત એકમેક માટે જાન કુરબાન એમનો જીવન મંત્ર એટલે, એ ત્રણ જ મળી શકે એવી એક જગ્યા જ્યાં જિંદગીના સુખ દુઃખ નિરાંતે વેહચી શકે. એ ત્રણ મળે ત્યારે એમની વચ્ચેનો સ્ત્રીપુરુષ મિત્રતાનો ભેદ બિયર અને વ્હિસ્કીના ગ્લાસમાં ઓગળી જાય.
ફિલ્મનું પહેલું દ્રશ્ય ટ્રાફિક જામમાં દર્શાવાય આગળ વધતા એ કોર્ટ રૂમ સુધી પહોંચે. કેસ નં – 233955, નામ ઓમ દોશી – વીની મહેતાના નામની બેલીફ બૂમ પાડે. બંને હાજર થાય. ફેનિલ પણ કોર્ટરૂમમાં હાજર છે.
- શુભ પ્રસંગે લાપસી જ કેમ રંધાય? એ સવાલના જવાબમાં હરિભાઈ કહે આ એક એવો મીઠો ખાવા લાયક પદાર્થ છે જેમાં કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને બીજા ઘણા શક્તિવર્ધક અને બિનહાનીકારક વિટામિન્સ આવેલા છે.
- ફેનિલ ઓમ ને કહે છે : લોટરી તે ખરીદી અને જેકપોટ બીજાને આપી દીધો.
- -વિશ્વાસ એટલે શું ? થોડા શ્વાસ તારા મારે પણ ભરું છું
- તારા વાળ મને નુડલ જેવા લાગે છે હવે તું કહેશે આંગળીઓ ચોપ સ્ટીક જેવી.
- સાચું કહું તું બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તારામાં વાઈફની ફીલિંગ નથી આવતી.
- માણસ, લગ્ન પછી અહમ, શંકા અને સ્વાર્થની સપ્લીમેન્ટરી ભરી દે છે
- હવે તારે આત્મભાવ અને સંભાવનાનું નિર્માણ કરવાનું છે
- આગળ કંઈ નહીં બોલ હું સમજી શકું છું પણ સાંભળી નહીં શકું.
- લાઇફમાં બધાને સેકન્ડ ચાન્સ નથી મળતા
- માણસનો જન્મ બીજા ની ફીલિંગ્સને પહોંચાડવા માટે થયો છે
- નવા સંબંધો બાંધતા પહેલા જુના સંબંધો સાંધતા શીખો
- એડ્રેસ એ તો છે, તમારે ત્યાં જવું છે? એ મહત્વનું છે
- હવે નહીં પીવાય, પીશ તો મારો સસરો યાદ આવવા માંડશે
- અભિમન્યુ (સંદીપકુમાર) આઈ. એમ. સોરી.
આ ડાયલોગ, સ્ક્રીનપ્લેય વિનોદ કે. સાંવરિયા, નિસર્ગ વૈદ્ય, વિરલ શાહ અને હાર્દિક સન્ગાની છે.
ત્રણ ગીતો છે :
- કિનારે કિનારે
- ગમતી રે ગમતી રે
- ઉલમાંથી ચૂલમાં પડ્યા
ગીતકાર : નીરેન ભટ્ટ, પ્રિયા સરેયા અને દિલીપ રાવલ.
સંગીત : પાર્થ ભરત ઠક્કર
પ્રોડ્યુસર : સંજય છાબરીયા
દિગ્દર્શક: નિસર્ગ વૈદ્ય
ફિલ્મનો સૌથી મહત્વનો ડાયલોગ છે : તારે ભવિષ્ય વિશે કોઈને કંઈ જ નહીં કહેવાનું. ઇન્ટરવલ પડશે… હું પણ હવે એટલું જ કહીશ સિદ્ધાર્થ રાંદેરિયાની જોરદાર હસતી હસાવતી ફિલ્મ સહ પરીવાર જોઈને જ આવજો…