Published by : Rana Kajal
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તમામ ઉદ્યોગો, ઉદ્યોગપતિઓ, કરદાતાઓ, નિષ્ણાતો વગેરે વિવિધ માધ્યમો દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટમાંથી તેમની અપેક્ષાઓ મોકલી રહ્યા છે. ભારતીય રેલવેને પણ આ બજેટથી ઘણી આશાઓ છે. આશા છે કે આ બજેટમાં વંદે ભારત ટ્રેન અને હાઈડ્રોજન ટ્રેનને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે., આ બજેટમાં 35 હાઈડ્રોજન ઈંધણવાળી ટ્રેન, 400 થી 500 વંદે ભારત ટ્રેન, 4000 નવા ઓટો મોબાઈલ કેરિયર કોચ, 58000 વેગન ટ્રેનોને ભેટ મળી શકે છે. આ તમામને આગામી 3 વર્ષમાં પાટા પર ઉતારી શકાય છે.
રિપોર્ટ અનુસાર નાણામંત્રી રેલવે માટે 1.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શકે છે. આ દ્વારા, ભારત સરકાર તેના રોલિંગ સ્ટોક (ટ્રેન, કોચ અને વેગન)ના આધુનિકીકરણ, રેલવે ટ્રેકના સુધારણા અને વીજળીકરણ અને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનના ટારગેટને હાલિલ કરવા માગે છે.