Published by : Rana Kajal
- જૂના કોર્સ મુજબ જ લેવાશે CAની પરીક્ષા
- સરકારે નવા કોર્સને મંજૂરી ન આપતા નિર્ણય
- જૂના કોર્સ મુજબ નવેમ્બરની લેવાશે પરીક્ષા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ નવા કોર્ષ માટે સરકાર પાસે માગેલી મંજૂરીની પ્રક્રિયા લંબાવાથી સીએના નવા અભ્યાસક્રમના નિર્ણયને મંજૂરી મળી નથી. જેના પગલે હવે જૂના કોર્સ મુજબ નવેમ્બરથી પરીક્ષા લેવાશે. નવા અભ્યાસક્રમમાં સૂચવેલા સુધારા અંગે સરકારે સ્પષ્ટીકરણ માગ્યા હોવાથી આ વિલંબ થયો છે. હવે CAના અભ્યાસક્રમને લઈને સ્પષ્ટતા થતા વિદ્યાર્થીઓને તે મુજબ તૈયારી કરવાની રહશે મળતી માહિતી મુજબ CAનો નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જે બાદ તેની મંજૂરી માટે આ ફાઈલને ભારત સરકારમાં મોકલવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે, તે સંદર્ભે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યા હતું. જેથી હજુ મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહી હોવાના કારણે હવે જૂના અભ્યાસક્રમ મુજબ જ પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..