Published by : Vanshika Gor
સેન્ટ્રલ આર્મ ફોર્સના યુવાનોને લઇ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોન્સ્ટેબલની ભરતી માટે હવે હિન્દી-અંગ્રેજી સિવાય અન્ય 13 પ્રાદેશિક ભાષામાં પણ પેપર લેવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધુ એક ઐતિહાસિક નિર્ણયમાં લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય 13 પ્રાદેશિક ભાષાઓમાં CAPF માટે કોન્સ્ટેબલ પરીક્ષા યોજાવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરવા ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
આ છે 13 ભાષા
આસામી
બંગાળી
ગુજરાતી
મરાઠી
મલયાલમ
કન્નડ
તમિલ
તેલુગુ
ઓડિયા
ઉર્દુ
પંજાબી
મણિપુરી
કોંકણી