Published by : Rana Kajal
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થવાની છે. CBSE દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી તારીખ મુજબ ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી લેવામાં આવશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા આજથી શરુ થઈને 5મી એપ્રિલ સુધી લેવામાં આવશે.
આ પરીક્ષા અંગેની માહિતી CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર તાજેતરમાં CBSE ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડ્સ બહાર પાડવામાં આવ્યા હતા. શાળાના લોગિન આઈડી પરથી CBSE 10, 12ના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાના હતા અને શાળાના આચાર્ય સાથે તેના પર સહી કરીને સીલ પણ કરાવવાનું હતું. આ વર્ષે અંદાજે 38 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ CBSEની પરીક્ષા આપવાના છે.