Published by : Rana Kajal
હવે કમ્યુનિકેશન ટેક્નોલોજી ફર્મ Zoom તેના લગભગ 1300 કર્ચારીઓ કે પછી 15 ટકા કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે. કંપનીના સીઇઓ એરિક યુઆને તેમના સત્તાવાર બ્લોગ પર આ અંગે માહિતી આપી હતી.
છટણીમાં સામેલ કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરાઈ
તેમણે બ્લોગમાં જણાવ્યું કે અમેરિકામાં કામ કરતાં પ્રભાવિત ’અમારા મહેનતી, પ્રતિભાશાળી સહયોગી’કર્મચારીઓ તમને એક ઈમેઈલ મળશે અને તમામ બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરૂરિયાતો અનુસાર પણ જાણ કરાશે. યુઆને વધુમાં જણાવ્યું કે જો તમે અમેરિકામાં કામ કરી રહ્યા છો અને તમે પણ આ છટણીમાં સામેલ છો તો તમને આગામી 30 મિનિટમાં ઝૂમ અને વ્યક્તિગત ઈનબોક્સમાં એક ઇમેલ મળશે. જેમાં લખ્યું હશે કે [IMPACTED] ડિપાર્ટિંગ ઝૂમઃ વ્હોટ યૂ નીડ ટુ નો. બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરુરિયાતો અનુસાર સૂચના મોકલાશે.