Home Entertainment Chandramukhi 2 : અભિનેત્રીની નવી ફિલ્મની જાહેરાત… ચંદ્રમુખી બનીને દર્શકોને ડરાવશે કંગના...

Chandramukhi 2 : અભિનેત્રીની નવી ફિલ્મની જાહેરાત… ચંદ્રમુખી બનીને દર્શકોને ડરાવશે કંગના રનૌત

0

બોલિવૂડ એક્ટ્રેસ Kangana Ranaut દરરોજ ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. કંગના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ બધાની સામે પોતાનો અભિપ્રાય રાખે છે. કંગના પોતાના નિવેદનોને કારણે વારંવાર વિવાદોમાં ફસાયેલી જોવા મળે છે. આ દરમિયાન ફરી એકવાર બોલિવૂડની ક્વીન ચર્ચાનો હિસ્સો બની છે. અભિનેત્રીની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

કંગના રનૌત તેની નવી ફિલ્મ ચંદ્રમુખી 2 લઈને આવી રહી છે. લાયકા પ્રોડક્શન હાઉસે આ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રોડક્શન હાઉસે કંગનાની એક તસવીર શેર કરીને ફિલ્મમાં તેનું સ્વાગત કર્યું છે. વર્ષ 2005માં રિલીઝ થયેલી રજનીકાંતની હોરર-કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ચંદ્રમુખી 2 આ ફિલ્મની સિક્વલ છે.

આ ફિલ્મમાં કંગના રનૌત સાથે રાઘવ લોરેન્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે. અભિનેત્રીના પાત્ર વિશે વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર, કંગના એક ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે અને તે રાજાના દરબારમાં પોતાની નૃત્યની કળા રજૂ કરશે. હાલમાં જ મેકર્સે ફિલ્મની જાહેરાત કરી છે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે કંગના સાઉથના સ્ટાર્સ અને ત્યાંની ફિલ્મોમાં ઘણો રસ લેતી હોય તેવું લાગે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version