Home News Update My Gujarat CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે ડૉ. હસમુખ અઢિયા અને સલાહકાર તરીકે...

CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે ડૉ. હસમુખ અઢિયા અને સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિમણૂક…

0

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયા છે. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.

ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે. ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુકત થતાં ડૉ. હસમુખ અઢિયા ને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ  રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં  એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version