સુરત
- કમર બે ઇંચ ઘટી…
- 3 દિવસ ઘી પી યોગા પણ કર્યા…
છેલ્લા 10 દિવસથી જાહેર કાર્યક્રમમાં ભાજપ-પ્રમુખ CR પાટીલ દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે 10 દિવસને નેચરોપથીની સારવાર લીધા બાદ 3 દિવસ સુધી ઘી પીધું હતું. ઓઇલ મસાજ તેમજ પાઉડર મસાજ લીધા હતા, પરિણામે આંખ નીચેના કાળા કુંડાળા પણ દૂર થયા હતા અને 10 દિવસમાં 98 કિલોમાંથી વજન 92 કિલો કરવામાં સફળ રહ્યા હતા.
સુરત આવ્યા બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પીએમ મોદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક અનુભવ મને પણ થયો. વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો, જે માટે પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી હતી. આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મળી છે.

આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટિટયૂટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં નેચરોથેરપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરપીનો લાભ લે છે. સી.આર. પાટીલ કહ્યું કે મારાં પત્નીએ પણ સારવાર લીધી હતી. પરિણામે, શુગર લેવલ 300થી 140 થઇ ગયું છે.
રોજનું રૂટિન
- સવારે યોગા અને મેડિટેશન.
- ઓઇલ મસાજ અને પાઉડર મસાજ
- બપોરે માત્ર 4 રોટલી, દાળ ભાત, શાક
- સતત 3 દિવસ ઘી પીધું
- નેચરોપથીની સારવાર લીધી
- ભોજનમાંથી ઈડલી, ઉપમા, નટ્સની બાદબાકી
આ રિઝલ્ટ મળ્યું
- કમર બે ઇંચ ઘટી ગઈ
- કમરની બંને બાજુએથી ચરબી ઘટી
- વજન 98માંથી 92 કિલો થયું
- સ્ફૂર્તિ અને ઊર્જામાં વધારો થયો