- પાયલટને પણ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો
DGCAએ 26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબની ઘટનાને લઈને કડક કાર્યવાહી કરી છે. એર ઈન્ડિયાને નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ પાઈલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. 26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા મુસાફરની સામે અશ્લીલ કૃત્ય અને પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે 7 જાન્યુઆરીએ બેંગલુરુમાંથી આરોપીની ધરપકડ કરી હતી. દારૂના નશામાં શંકર મિશ્રાએ મહિલા સાથે ગંદુ કૃત્ય કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાએ આ કેસને લઈને આરોપી મિશ્રા પર 4 મહિના માટે પ્રતિબંધ પણ લગાવી દીધો છે. શંકર મિશ્રા 4 મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે નહીં.