Published by: Rana kajal
તામિલનાડુના પૂર્વ પોલીસ મહાનિર્દેશક DGP રાજેશ દાસને સાથી IPS અધિકારીનુ યૌન શોષણ અંગે ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે..આ અંગે વિગતે જોતા મહિલા IPS અધિકારીએ ફેબ્રુઆરી 2021મા તેના વરિષ્ઠ અધિકારી સામે ફરીયાદ નોધાવી હતી જેમા જણાવ્યુ હતુ કે તત્કાલિન મુખ્યમંત્રી એડપ્પાદી યલાનીસામીની સુરક્ષા માટેની મુસાફરી વરિષ્ઠ અધિકારી સાથે કરતા યૌન ઉત્પિડન કર્યુ હતું મહીલા અધિકારીના આવા આક્ષેપ અને ફરિયાદના પગલે રાજ્યમા હોબાળો મચી ગયો હતો એટલુજ નહિ પરંતું મહિલા અધિકારીની ફરીયાદ બાદ તુરતજ DGP રાજેશ દાસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આ કેસ અદાલતમાં ચાલી જતાં આરોપી રાજેશ દાસને 3 વર્ષની સશ્રમ કારાવાસની સજા ફટકારવામાં આવી છે સાથી મહિલા કર્મચારીઓના યૌન શોષણના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. આ ઍક ચિંતાજનક બાબત છે એમ કહી શકાય