Published by : Anu Shukla
- ગઈકાલે શરુ થયેલી આ પરિષદ ત્રણ દિવસ સુધી ચાલશે
- ગઈકાલે અમિત શાહે કરી હતી અધ્યક્ષતા
પીએમ મોદી નવી દિલ્હીના પુસામાં આજે અને આવતીકાલે બે દિવસ રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંકુલમાં આયોજિત પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદ 2022માં ભાગ લેશે. દેશના લગભગ 350 ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ પરિષદમાં ભાગ લીધો છે.
ગઈકાલે અમિત શાહે કરી હતી અધ્યક્ષતા
ગઈકાલે શરુ થયેલી આ પરિષદમાં તમામ રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની ત્રણ દિવસી સુધી ચાલશે. આ અગાઉ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન આંતરિક સુરક્ષાના ભાવિ રોડમેપ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સંબોધિત કરશે.
દેશના વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, નાર્કોટિક્સ વિરુદ્ધ અભિયાન, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર મુખ્ય ચર્ચા કરવામાં આવશે. આ સિવાય સીમા વ્યવસ્થાપન, સરહદ પારથી પડકારો, દરિયાઈ સુરક્ષા, ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ઉભો થયેલો ખતરો, અર્થતંત્ર, ક્રિપ્ટોકરન્સી, માઓવાદી હિંસા અને પૂર્વોત્તર અશાંતિ પર પણ ચર્ચા થવાની છે.