Published By:-Bhavika Sasiya
DRIએ 81.85 એમટી સોપારી કબજે કરી છે જેને પીપી ગ્રેન્યુઅલ્સ અને પીઇ એગ્લોમેરેશન તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મુખ્ય કાવતરાખોરની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગેરકાયદેસર આયાત કરતા આયાતકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને એરેકા સોપારીની ગેરકાયદેસર દાણચોરીમાં સામેલ હતા.ઇન્ટેલિજન્સે વધુમાં જણાવ્યું હતું કે આ માલ યુએઈના જેબેલ અલી, પોર્ટથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યો હતો અને આ માલ ગાંધીધામના કાસેઝમાં એકમો માટે મંગાવવામાં આવ્યો હતો.
મળેલ માહિતીના આધારે કાર્યવાહી કરતાં અમદાવાદ ઝોનલ યુનિટના DRIના અધિકારીઓ દ્વારા ‘પી.પી. ગ્રેન્યુઅલ્સ’ અને “પીઈ એગ્લોમરેશન” તરીકે જાહેર કરાયેલા ત્રણ આયાતી કન્સાઇન્મેન્ટની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતાં, ઉપરોક્ત કન્ટેનરોમાં ખોટી રીતે જાહેર કરવામાં આવેલા ‘અરેકા નટ્સ’ની 81.85 મેટ્રિક ટન, જેની ટેરિફ વેલ્યુ રૂ. 7.1 કરોડ છે, DRI દ્વારા જપ્ત કરવામાં આવી હતી. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે સાથે વધુ તપાસ ચાલુ છે..