Published by : Rana Kajal
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ નવી દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે વહેલી સવારે બે લોકોની ધરપકડ કરી છે. EDએ હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર શરદ રેડ્ડી અને પરનોદ રિકાર્ડ નામની દારૂની કંપનીના અધિકારી વિનય બાબુની ધરપકડ કરી છે. આ ધરપકડો સાથે, દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પાંચ પૈકી ઈડી દ્વારા ત્રણ અને સીબીઆઈ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં જ સીબીઆઈએ સમીર મહંદ્રુ અને અભિષેક બોઈન્નાપિલ્લાઈની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જ્યારે આ કેસમાં આરોપી દિનેશ અરોરાએ કોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી સાક્ષી બનવાની અપીલ કરી છે.