Published by : Rana Kajal
આજે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આકર્ષણનું કોન્દ્ર બનશે. તેના સિવાય સ્પેનની ટીમના સ્ટાર પર સૌની નજર રહેશે. ફિફા વર્લ્ડકપમાં આજે રાઉન્ડ ઓફ 16ની મેચનો છેલ્લો દિવસ છે એટલે કે,ક્વાર્ટર ફાઈનલ માટે ટિકિટ લેવાનો આજે છેલ્લો દિવસ છે આજે વધેલી 4 ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં 2ની આશા રાઉન્ડઓફ 16માં જ પુરી થઈ જશે. જ્યારે અન્ય 2 ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે. ટિકિટ ટુ ક્વાર્ટર ફાઈનલ માટે પોર્ટુગલ અને સ્પેને તો પોતાની દાવેદારી રજુ કરી છે. આ સિવાય મોરક્કો અને સ્વિઝરલેન્ડ પણ મેદાનમાં ઉતરશે.