Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateG20 સંમેલન માટે મુકેલા ફૂલ-છોડની ચોરી કરવા ચોર 40 લાખની કાર લઈને...

G20 સંમેલન માટે મુકેલા ફૂલ-છોડની ચોરી કરવા ચોર 40 લાખની કાર લઈને આવ્યા…

Published by: Rana kajal 

હરિયાણાના ગુરુગ્રામમાં 40 લાખની કારમાં સવાર થઈને આવેલા ચોરોએ ચોક પર રાખેલા 400 રુપિયાના ફુલોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ફુલોને G20 સંમેલન માટે શહેરને શણગારના માટે રાખવામાં આવ્યા હતા. ચોરો લક્ઝરી કારની નંબર પણ VIP છે. ચોરીનો આ વીડિયો વાયરલ થયા બાદ તંત્રએ પોલીસમાં ફરિયાદ કરી છે. એક કાર આવીને ઉભી રહે છે. આ કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરે છે. ચોક પર શણગારવા માટે મુકવામાં આવેલા ખાસ પ્રકારના ફુલ-છોડ ઉઠાવીને કારની ડેકીમાં મુકતા જોઈ શકાય છે.વીડિયોમાં ફુલ-છોડની ચોરી કરી રહેલા આ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. તેઓ આ ફુલ-છોડને કારની ડેકીમાં મુકીને જતા રહે છે. વીડિયોમાં કારનો વીઆઈપી નંબર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. પણ હજી સુધી ચોરની ઓળખ થઈ નથી.

હરિયાણાના ભાજપના પ્રવક્તા રમન મલિકે આ વીડિયો શેર કર્યો છે. તેમણે ગુરુગ્રામ પોલીસ તંત્ર અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસને આ મામલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. મલિકે કહ્યું છે કે આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યા હતા અને G20 સંમેલન માટે મુકવામાં આવેલા ફુલ-છોડની ચોરી કરી રહ્યા છે. ધોળાદિવસે આ ફુલ-છોડની ચોરી શરમજનક ઘટના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!