અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે બે વર્ષ કોરોના કાળને બાદ કરતા આ વર્ષે એટલે કે આવતીકાલે અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શોભાયાત્રાની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ વર્ષે શોભાયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો છે. શોભાયાત્રા સરદાર ભવનથી નીકળી શ્રાવણ ચોકડી, નિયમ ચોકડી, ગોલ્ડન પોઇન્ટ ચોકડી,ગણેશ પાર્ક, સરદાર પાર્ક, સ્વામિનારાયણ મંદિર, માનવ મંદિર,શ્રી ગોવર્ધન નાથ હવેલી, નવજીવન ગરબા ગ્રાઉન્ડ,પશુપતિનાથ મંદિર, જલધારા ચોકડી, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલય થઈ સરદાર ભવન પરત ફરશે.

શોભાયાત્રા બપોરે ૧ વાગ્યે નીકળશે અને સાંજે ૭ વાગ્યે પરત ફરશે. જેમાં 23 જેટલી સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સભ્યો જોડાશે.