Published by : Rana Kajal
- રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિવિધ 7 ક્ષેત્રના વ્યક્તિ વિશેષનું પ્રાઈડ ઓફ ભરૂચ એવોર્ડ આપી સન્માન કરાયું
- જિલ્લા સમાહર્તા અને નાયબ કલેકટરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા દ્વારા તેના રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી વિવિધ 25 કાર્યક્રમનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન કરાઈ રહ્યું છે.
રવિવારે તારીખ ચોથી જૂનના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ- ઈન ખાતે ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિધ ક્ષેત્રોના વિશિષ્ટ વ્યક્તિઓનું “પ્રાઈડ ઓફ ભરૂચ” – ભરૂચનું ગૌરવ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/f88e23fa-94cb-4e78-adec-c6c7e2735317-1024x461.jpg)
ચેનલ નર્મદા દ્વારા વિવિધ 7 ક્ષેત્ર જેવા કે બાળ પ્રતિભા વિભાગમા નાના ભૂલકાઓ પરંતું મોટુ કામ કરનાર બાળકો દુર્વા અંકિતભાઈ મોદી, નાની ઉમરમાં વર્લ્ડ રેકોર્ડ મેળવનાર અનય સીંગ અને આર્યન અજય ઉપાધ્યાયનું સન્માન અધિક જિલ્લા કલેકટર શ્રી એન.આર. ધાંધલ ના હસ્તે કરવામાં આવ્યું.
જ્યારે સમાજને સદાય સહાય કરનાર અને લોકોની મુસીબત માં હમસફર બનનાર સમાજસેવકો ધર્મેશભાઈ સોલંકી, અબ્દુલ કામઠી, જયેશભાઈ પરીખ, પ્રો લાઇફ ફાઉન્ડેશન ના કરણ જોલી, કલરવ શાળાના સ્થાપક નીલાબેન મોદી અને સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ જેવા સમાજસેવકો નુ સન્માન અધિક જિલ્લા કલેકટર શ્રી ધાંધલ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું.સન્માનનો પ્રતિભાવ રાકેશભાઈ ભટ્ટે આપ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/06/aad6d635-7106-4008-a215-ac10efa65dd2-1024x461.jpg)
સમાજનું ઘડતર શિક્ષણ કરે છે શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન આપનારા ડૉ નીતિન ભાઈ પટેલ, પ્રો. મયૂરી બેન ભાટિયા, વાસંતીબેન દિવાનજી , સુધાબેન વડગામા, ડો.ભગુભાઈ પ્રજાપતિ અને ડો.મહેશ ઠાકર નુ સન્માન ચેનલ નર્મદા ના ડીરેકટર નરેશભાઈ ઠક્કર અને હરીશભાઈ જોષી ના હસ્તે કરવામા આવ્યું. સન્માન નો પ્રતિભાવ ડૉ મહેશ ઠાકરે આપ્યો…
ભરૂચ શહેરના રહીશોના આરોગ્યની સંભાળ રાખનાર તબીબો ડૉ. કેતન દોશી, ડો. સુનિલ નાગરાણી , ડો.જયંતિ વસાવા, ડો.સુકેતુ દવે, ડો.આરતી બેન શ્રોફ અને ડો.પિયુષભાઈ પરીખનું સનમાન ચેનલ નર્મદાના ડીરેક્ટર ઋષિ ભાઈ દવેએ કર્યુ હતું સન્માન નો પ્રતિભાવ ડૉ પીયુષભાઈ પરીખે આપ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/06/9a0cc33e-48e2-4e4d-9378-5783a3f7d171-1024x461.jpg)
તો આધુનિક અને અદ્યતન બિલ્ડીંગ કંસ્ટ્રકશનના ક્ષેત્રમાં યશસ્વી ફાળો આપનાર બિલ્ડર પંકજ હરિયાણી, કિરણ મજમુદાર, સેજલ શાહ ,હિતેષ સુતરિયા, હસમુખ પટેલ અને પીયુષ ભાઈ શાહનું સન્માન ચેનલ નર્મદાના ડીરેક્ટર નરેશ ભાઈ ઠક્કર અને હરીશભાઈ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. સન્માન નો પ્રતિભાવ શ્રી પિયુષ ભાઈ શાહે આપ્યો હતો.
જિલ્લામા ઉદ્યોગો ધમધમતા રાખનાર અને જિલ્લાના વિકાસમાં ફાળો આપનાર ઉદ્યોગપતિ શ્રી કે. શ્રીવત્સન, શ્રી એન. કે. નાવડીયા, શ્રી નાથુ ભાઈ દોરિક, પ્રવીણભાઈ તેરૈયા, અનીશભાઈ પરીખ અને જશુભાઇ ચૌધરીનુ સન્માન ચેનલ નર્મદા ના ડીરેકટર હરિશ ભાઈ જોષી અને લોકગાયક અભેસિંહ રાઠોડ ના હસ્તે કરવામા આવ્યું. સન્માન નો પ્રતિભાવ શ્રી જશુભાઇ ચૌધરીએ આપ્યો હતો.
જ્યારે સમાજની ઓળખ ઍટલે સંગીત, કલા અને સાહિત્ય એમ કહેવાય છે આ ક્ષેત્રમાં ડૉ. જાનકી મીઠાઈવાલા, લોકગાયક અભેસિંહ રાઠોડ, શ્રી સુકેતુ ઠાકર, શ્રી અતિત કાપડિયા, કલ્પના બેન જૈન અને પ્રો મીનળ બેન દવે નુ સન્માન ભરૂચ કલેકટર શ્રી તુષાર સુમેરા અને ચેનલ નર્મદા ના ડીરેક્ટર હરિશ જોષી ના હસ્તે કરવામા આવ્યું હતું સન્માનનો પ્રતિભાવ પ્રો મીનળ બેન દવે પોતાની આગવી સાહિત્યિક શૈલીમાં આપ્યો હતો. તો લોકગાયક અભેસિંહ રાઠોડ પોતાના કસુંબલ કંઠમાં ચેનલ ની પ્રગતિ ના સાક્ષી રેહવાનો આનંદ વ્યક્ત કર્યો.
જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદબોધનમાં લોકલ રેકોગનિશન એજ સૌથી મોટું મોટીવેશન હોવાનું જણાવી ચેનલ નર્મદાને કાર્યક્રમ યોજવા બદલ તથા સર્વે મહાનુભાવો ને પ્રાઈડ ઓફ ભરૂચ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા.
પ્રાઈડ ઓફ ભરૂચ એવોર્ડ ફંકશન કાર્યક્રમનું ભરૂચ જિલ્લા કલકટરશ્રી તુષાર સુમેરા , અધિક જિલ્લા કલેક્ટર શ્રી એન.આર. ધાંધલ ની ઉપસ્થિતિમાં સફળ આયોજન ચેનલ નર્મદા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, નરેશ ઠકકર, હરેશ જોષી , ગિરીશ મિઠાઇવાલા, ધનજીભાઈ પરમાર સહિત આમંત્રિત મહેમાનો અને ચેનલ નર્મદાનો સ્ટાફ ઉપસ્થિત થયો હતો. કાર્યક્રમનું સંચાલન જીગર દવે એ કર્યું હતું.