ભારતના રાજદૂત તરનજિત સિંહ સિંધુએ ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. તેમને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2022 માટે પદ્મ ભૂષણ આપવામાં આવ્યું હતું. સંધુએ ટ્વિટર પર કહ્યું કે સાન ફ્રાન્સિસ્કોમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ સોંપીને આનંદ થયો છે. સુંદરની મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસના આર્થિક અને ટેક્નોલોજી સંબંધોને મજબૂત બનાવે છે અને ભારતીય પ્રતિભાને પુનઃ સમર્થન આપે છે.
યુ.એસ.માં ભારતીય રાજદૂત તરફથી પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, સુંદર પિચાઈએ તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે તેઓ ભારતીય રાજદૂત સંધુ અને તેમને હોસ્ટ કરવા અને તેમને પદ્મ ભૂષણ આપવા બદલ આભાર માને છે. આ માટે તેઓ ભારત સરકાર અને ભારતના લોકોના ખૂબ આભારી છે અને તેમના પ્રત્યે અપાર આદર વ્યક્ત કરે છે. સુંદર પિચાઈએ કહ્યું કે ભારત તેમનો એક ભાગ છે. તે જ્યાં જાય છે ત્યાં તેને પોતાની સાથે લઈ જાય છે.




