Published By:-Bhavika Sasiya
- GST કાયદામાં માત્ર મર્યાદિત સંજોગોમાં રિફંડ મળવાપાત્ર છે
ભારત દેશમાં થતાં વિવિધ વેચાણો ઉપર લાગુ પડતો GST ભરવામાં આવે છે.
કાયદાની કલમ 54(3) અનુસાર આવી વણવપરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું પિટિશનરને રિફંડ મળવાપાત્ર છે.
જૉકે GST કાયદામાં મર્યાદિત સંજોગોમાં રિફંડ મળવાપાત્ર છે, કાયદાના વ્યવહારિક અમલીકરણમાં એવું જણાયું છે કે નોંધાયેલ વ્યક્તિ દ્વારા રિફંડની અરજી કરવામાં કોઈ ખામી થાય અથવા ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં કોઈ ઊણપ હોય તો કાયદેસર રીતે તે વ્યક્તિને રિફંડ મળવા પાત્ર નથી આવા જ એક કેસમાં રિફંડની અરજીમાં મળવાપાત્ર રિફંડની રકમ જણાવવામાં થયેલ ભૂલ સુધારવા નવેસરથી કરવામાં આવેલી પૂરક અરજી નામંજૂર કરવાનો નિર્ણય ગેરકાયદેસર હોવાનું ગુજરાત હાઇકોર્ટે મેસર્સ શ્રી રેણુકા સુગર્સ લિમિટેડ વિ. ગુજરાત રાજ્ય SCA No. 22339 of 2022નાં કેસમાં તાજેતરમાં ચુકાદો આપીને ઠરાવેલ છે.આમ GST રિફંડ અંગે ટેક્નિકલ ખામી ના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપેલ છે.