દેશમાં જીએસટી કલેક્શનની સંખ્યા સતત વધી રહી છે. ઓક્ટોબરમાં GSTની આવક 16.6 ટકા વધીને આશરે રૂ. 1.52 લાખ કરોડ થઈ હતી. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો રેવન્યુ કલેક્શન છે. અગાઉ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન એપ્રિલમાં આશરે રૂ. 1.68 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ઑક્ટોબર 2022માં એકત્ર થયેલ કુલ GST રૂપિયા 1,51,718 કરોડ છે. જેમાં કેન્દ્રિય GST રૂપિયા 26,039 કરોડ છે. રાજ્ય GST રૂપિયા 33,396 કરોડ છે અને ઇન્ટિગ્રેટેડ GST રૂપિયા 81,778 કરોડ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં GSTની આવક રૂ. 1.30 લાખ કરોડથી વધુ હતી.
સતત આઠમા મહિને રૂ. 1.40 લાખ કરોડથી વધુનું કલેક્શન
સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેસમાંથી જીએસટીની આવક રૂ. 10,505 કરોડ હતી. આમાં માલની આયાત પર એકત્ર કરાયેલા રૂ. 825 કરોડનો પણ સમાવેશ થાય છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો સેસ કલેક્શન છે. જણાવી દઈએ કે છેલ્લા આઠ મહિનામાં GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ઈ-વે બિલની સંખ્યામાં પણ વધારો થયો છે
સપ્ટેમ્બર 2022ના મહિના દરમિયાન, 83 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જે ઓગસ્ટ 2022માં જારી કરાયેલા 7.7 કરોડ ઈ-વે બિલ કરતાં ઘણું વધારે છે.