Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. જેમાં ભાજપ અને આપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો છે, તો હજુ કોંગ્રેસ માટે ચૂંટણીનો તખ્તો ઘડાયો હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા માટે ભાજપે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે. ભરૂચ વિધાનસભાની બેઠક ભાજપમાં ગુજરાત રાજ્યમાં ગણાતી સેફ સીટ પૈકીની એક છે. ભરૂચ બેઠક પર ભાજપનું કમળ કરમાયું નથી અને આ વર્ષે પણ ભાજપની જ સત્તા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે.
ભરૂચ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા
ભરૂચ વિધાનસભા સીટ પર કુલ 293032 મતદારો છે. જેમાં 149550 પુરુષ મતદારો, 143459 મહિલા મતદારો અને 23 અન્ય મતદારનો સમાવેશ થાય છે.
ભરૂચ વિધાનસભા બેઠક પરિણામ
2012 ભરૂચ વિધાનસભા બેઠક પરિણામ
ભરૂચ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર દુષ્યંતભાઈ પટેલને 92219 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંદિપ માંગરોલાને 55029 મત મળ્યા હતા તેમાંથી 2012માં ભરૂચની વિધાનસભા બેઠક માટે ભાજપના દુષ્યંતભાઈ પટેલ 92219 મત મેળવી વિજેતા બન્યા હતા.
2017 ભરૂચ વિધાનસભા બેઠક પરિણામ
ભરૂચ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર દુષ્યંતભાઈ પટેલને 99699 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઈ પટેલને 66600 મત મળ્યા હતા તેમાંથી 2017માં ભરૂચની વિધાનસભા બેઠક માટે ભાજપના દુષ્યંતભાઈ પટેલ 99699 મત મેળવી વિજેતા બન્યા હતા.
ભરૂચ વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | દુષ્યંતભાઈ પટેલ | BJP |
2012 | દુષ્યંતભાઈ પટેલ | BJP |