Published by : Rana Kajal
બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસનો હાથ ભારે રહ્યો છે. સરહદી વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકર જેવી ભૂમિકામાં છે. આ બે મોટા સમાજ જે તરફી ઝુકે ત્યાં જીતનો જશ્ન જામે છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંની સાતમી બેઠક અને બનાસકાંઠા જીલ્લામાં અતિ મહત્વની ગણાતી એટલે વાવ બેઠક.વાવ બેઠકમાં વાવ તાલુકો, ભાભર તાલુકો, સાંતલપુર તાલુકો (પાટણના કેસરગઢ) અને સુઈગામ તાલુકાનો સમાવેશ થાય છે.
વાવ વિધાનસભા બેઠકના મતદારોની સંખ્યા
બનાસકાંઠા જિલ્લાની યાદી અનુસાર વાવ વિધાનસભા સીટ પર કુલ 3,02,019 મતદારો છે, જે પૈકી 1,57,819 પુરુષ મતદારો છે. જ્યારે 1,44,199 મહિલા મતદારો છે અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે.
વાવ વિધાનસભા બેઠક જાતિ સમીકરણ
2012 વાવ વિધાનસભા બેઠક પરિણામ
વાવ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને 72,640 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોરને 60,729 મત મળ્યા હતા તેમાંથી 2012માં વાવની વિધાનસભા બેઠક માટે ભાજપના શંકર ચૌધરી 72,640 મત મેળવી વિજેતા બન્યા હતા.
2017 વાવ વિધાનસભા બેઠક પરિણામ
વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોરને 1,02,328 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને 95,673 મત મળ્યા હતા તેમાંથી 2017માં વાવની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ગેની ઠાકોરને 1,02,328 મત મેળવી વિજેતા બન્યા હતા.
વાવ વિધાનસભા બેઠકનું સમીકરણ
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2012 | શંકર ચૌધરી | ભારતી જનતા પાર્ટી |
2017 | ગેનીબેન ઠાકોર | INC |