Published by : Rana Kajal
ભાજપ પ્રથમ 160 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. તેમાં જો અભ્યાસની રીતે જોઈએ તો 12 ઉમેદવાર એવા છે જેમણે SSC સુધીનો જ અભ્યાસ કરેલો છે. જેમાં અબડાસા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા એવા ઉમેદવાર છે જેઓએ માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે.
ભાજપના 12 ઉમેદવાર એવા છે જેમાંથી કેટલાકે તો પ્રાથમકિ શિક્ષણ માંડ લીધું છે જોકે રાજકારણમાં તેઓ સફળ છે આ ઉમેદવારની યાદી નીચે મુજબ છે.
- અબડાસા બેઠક ઉપરથી પ્રદ્યુમનસિંહ જાડેજાનો અભ્યાસ 4 ધોરણ સુધીનો છે
- કડીના કરસન સોલંકીનો અભ્યાસ 7 ધોરણ સુધીનો છે
- સુરતના કાંતિ બલરનો અભ્યાસ 7 ધોરણ સુધીનો છે
- રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાનો અભ્યાસ 8 ધોરણ સુધીનો છે
- ધંધુકાના કાલુ ડાભીનો અભ્યાસ 8 ધોરણ સુધીનો છે
- ઉમરગામના રમણ પાટકરનો અભ્યાસ 9 ધોરણ સુધીનો છે
- કપરાડાના જીતુ ચૌધરીનો અભ્યાસ ધોરણ 9 સુધીનો છે
- દાંતાના ઉમેદવાર લઘુભાઈ પારધીનો અભ્યાસ 9 ધોરણ સુધીનો છે