Published by : Rana Kajal
રાપરને કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક પર એવું માનવામાં આવે છે કે આ બેઠક પર કોળી સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે છે. મળતા આંકડા મુજબ આ વિધાનસભા બેઠક પર કોળી તેમજ લેવા પટેલ , દલિત , રજપૂત, રબારી, જૈન વણિક, આહિર, કડવા પટેલ, કાયસ્થ, બ્રાહ્નણ, લોહાણા, ક્ષત્રિય, મુસ્લિમ, ગઢવી, ભાનુશાલી સમાજની વસ્તી પણ વધુ છે.
રાપર વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા
કચ્છ જીલ્લાની યાદી અનુસાર રાપર વિધાનસભા સીટ પર કુલ 2,47,463 મતદારો છે. જેમાં 1,29,683 પુરુષ મતદારો, 1,17,779 મહિલા મતદારો અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે.
2012 રાપર વિધાનસભા બેઠક પરિણામ
રાપર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વાઘાજીભાઈ પટેલને 55,280 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ મેઘજી શાહને 46,064 મત મળ્યા હતા તેમાંથી 2012માં રાપરની વિધાનસભા બેઠક માટે ભાજપના વાઘાજીભાઈ પટેલ 55,280 મત મેળવી વિજેતા બન્યા હતા.
2014 રાપર વિધાનસભાની પેટાચૂંટણી બેઠક પરિણામ
રાપર વિધાનસભાની પેટાચૂંટણી બેઠક માટે ભાજપના ઉમેદવાર પંકજ મેહતાને 59,165 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ મેઘજી શાહને 44,151 મત મળ્યા હતા તેમાંથી 2017માં રાપરની વિધાનસભા બેઠક માટે ભાજપના પંકજ મેહતા 59,165 મત મેળવી વિજેતા બન્યા હતા.
2017 રાપર વિધાનસભા બેઠક પરિણામ
રાપર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન બચુભાઈ આરેઠીયાને 63,818 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર પંકજ મેહતાને 48,605 મત મળ્યા હતા તેમાંથી 2017માં રાપરની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સંતોકબેન બચુભાઈ આરેઠીયા 63,818 મત મેળવી વિજેતા બન્યા હતા.
રાપર વિધાનસભા બેઠકનું સમીકરણ
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2012 | વાઘજી પટેલ | ભાજપ |
2014 (પેટા ચૂંટણી) | પંકજ મહેતા | ભાજપ |
2017 | સંતોકબેન આરેઠિયા | કોંગ્રેસ |