Published by : Rana Kajal
- ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન હોકી વર્લ્ડ કપનું આયોજન…
13 જાન્યુઆરીથી ઓડિશામાં હોકી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ભારત સતત બીજી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યુ છે. આ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે વિશ્વભરની ટીમો ભારત પહોંચી છે. ભારતીય હોકી ટીમે ગયા વર્ષે ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી આ ટીમ પાસેથી ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે. હવે ભારતીય ટીમ વર્લ્ડકપમાં પણ આ સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં તે વર્ષોથી ખાલી હાથ છે .ભારત ઉપરાંત વિશ્વભરની ટીમો પણ આ ટૂર્નામેન્ટમાં ટાઈટલ જીતવાના ઈરાદા સાથે પોતાની સંપૂર્ણ તાકાત બતાવશે. હોકી ઈન્ડિયા અને ઓડિશા સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ટૂર્નામેન્ટની તૈયારી કરી રહી છે, જેના માટે રાઉરકેલામાં એક નવું સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું છે. હાલના સમયે સમગ્ર દેશમાં હોકીનો ક્રેઝ છે.
