Published by : Vanshika Gor
- નકલી મેઈલ આઈડી સાથે બનાવટી બિલો મોકલીને કરોડો રુપિયાની છેતરપિંડી આચરી છે. જેને લઈ હવે તપાસ શરુ કરાઈ છે
ઓનલાઈન છેતરપિંડીનુ શિકાર હવે આઈસીસી બન્યુ છે. આઈસીસી સાથે ચિટીંગના મામલાથી આશ્ચર્ય ફેલાયુ છે. સાયબર અપરાધીઓએ પોતાની જાળમાં ખૂબ સુરક્ષિત સિસ્ટમ સજજ ક્રિકેટ સંસ્થાને જ ફસાવી લીધી છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને કોઈ શખ્શે નકલી બિલો આધારે 20 કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી આચરી છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. જોકે એકવાર નહીં પરંતુ અનેક વાર આઈસીસી આ ચિંટીંગમાં શિકાર થઈ છે, પરંતુ હવે મામલો ધ્યાને આવતા આંતરીક રીતે તપાસનો દૌર શરુ કરવામાં આવ્યો છે.