Published By:-Bhavika Sasiya
વર્લ્ડ કપ ની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે ત્યારે નોંધવું રહ્યું કે ટીમ ઈન્ડિયા 2011 બાદથી વર્લ્ડ કપ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. તાજેતરમાં જ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. અકસ્માતને કારણે વિકેટકીપર ઋષભ પંત આ ટાઈટલ મેચમાં રમી શક્યો ન હતો. હવે પંત વર્લ્ડ કપમાં પણ નહીં દેખાય અને 2024ની IPLમાં પણ તેની વિકેટકીપિંગ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ માટે ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો છે. એમ કહી શકાય BCCIના એક અધિકારીએ જણાવ્યું કે ઋષભ પંતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. પરંતુ અત્યારે એ કહેવું ઘણું મુશ્કેલ છે કે તે કેટલા સમય સુધી વિકેટકીપિંગ કરી શકશે. તેને પ્રેક્ટિસ માટે ફિટ થવામાં 3 મહિનાનો સમય લાગી શકે છે. કે 6 મહિનાથી વધુ સમય લાગી શકે છે. અત્યારે કોઇ આ અંગે કોઈ ડેડલાઈન નક્કી કરી શકતા નથી. ઋષભ પંત હજુ નાનો છે અને તેની પાસે ક્રિકેટ રમવા માટે ઘણો સમય છે, તેને જે પ્રકારની ઈજા થઈ છે તે જોતા ઉતાવળ કરી શકાય તેમ નથી….