Published by : Rana Kajal
દેશની બે મોટી ખાનગી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ રેટ વધાર્યા છે. આ બે બેંકોમાં ICICI બેંક અને Axis બેંકનો સમાવેશ થાય છે. Axis બેંકે એક મહિનામાં બે વખત FDના દરમાં વધારો કર્યો છે. બીજી તરફ ICICI બેંકે 2 કરોડથી ઓછી રકમની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ બેંકના નવા દર 16 નવેમ્બરથી અમલમાં આવ્યા છે. વિવિધ કાર્યકાળની એફડી પર વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. હવે 7 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર 3% થી 6.50% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. આ દર સામાન્ય જનતા માટે છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.75 થી 6.50 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
બીજી તરફ એક્સિસ બેંકે એક મહિનામાં બે વખત FDના દરમાં વધારો કર્યો છે. 2 કરોડથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં એક્સિસ બેંકે 46 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર 115 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો હતો જે 5 નવેમ્બરથી લાગુ છે. આ મહિને બીજી વખત એક્સિસ બેંકે FD રેટમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.