Published By : Parul Patel
IPLની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ ગઈ. જેમાં ધોની બ્રિગેડે લખનઉને રોમાંચક મેચમાં 12 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તેવા કેપ્ટન મહેન્દ્ર સિંહે પણ પોતાના આગમનથી પોતાના ફેન્સને ખુશ કરી દીધા છે. પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ અમદાવાદ છે, તો પણ ધોની-ધોનીના નામથી ગૂંજતું હતું.
સોમવારે રમાયેલી તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં આખું સ્ટેડિયમ ધોની-ધોનીથી ગૂંજતું હતું. તેમાં પણ તેમણે છેલ્લી ઓવરમાં આવીને માર્ક વૂડની બોલિંગમાં બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને શાનદાર ફિનિશિંગ કરાવ્યું હતું.આ દરમિયાન ધોનીએ રેકોર્ડ બ્રેક કર્યો. એક એવો રેકોર્ડ જે કદાચ ભાગ્યે જ કોઈ તોડી શકશે. IPLમાં 5 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનારા પાંચમા ભારતીય બની ગયા અને પહેલા વિકેટકીપર બેટર બની ગયા છે.
લેજેન્ડરી પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ માર્ક વૂડની બોલિંગમાં બે બોલમાં બે છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. તેમણે IPLમાં 5 હજાર રન પૂરા કરી દીધા છે. આ સાથે જ તેઓ આવું પરાક્રમ કરનાર પાંચમા ભારતીય ખેલાડી બની ગયા છે. આની પહેલા વિરાટ કોહલી, શિખર ધવન, સુરેશ રૈના, રોહિત શર્મા આ ક્લબમાં જોડાયા છે.જ્યારે 5000 રન પૂરા કરનાર પહેલા વિકેટકીપર બેટર બની ગયા છે. ઉપરાંત તેઓ આવું કરનારા પહેલા મિડલ ઓર્ડર બેટર પણ બની ગયા છે. તેમની પહેલા કોઈ જ મિડલ ઓર્ડર બેટર IPLમાં 5000 રન પૂરા કરી શક્યો નથી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-04-at-2.31.21-PM.jpeg)
ભારતીય પ્લેયર તરીકે બીજા સૌથી ઝડપે 5000 રન પૂરા કરનાર પ્લેયર પણ ધોની બન્યા છે. તેઓએ આ અચીવમેન્ટ 3691 બોલ લઈને પૂરા કર્યા છે. ભારતીય પ્લેયર તરીકે સૌથી ઝડપે ઈન્ડિયન પ્લેયર તરીકે આ લિસ્ટમાં નામ સુરેશ રેનાનું છે. રૈનાએ 3619 બોલમાં IPLમાં 5000 રન પૂરા કર્યા હતા. આ મામલે રોહિત શર્મા ત્રીજા નંબરે છે, તેમણે 3817 બોલમાં, જ્યારે ચોથા નંબરે વિરાટ કોહલી 3827 બોલમાં IPLમાં પાંચ હજાર રન પૂરા કર્યા છે.
135 થી વધારાની સ્ટ્રાઈક સાથે 5000 રન પૂરા કરનાર માત્ર બીજા ભારતીય મહેન્દ્ર સિંહ ધોની, ભારતીય પ્લેયર છે. તેમણે 135.54ની સ્ટ્રાઈક રેટથી 5004* રન બનાવ્યા છે. આ લિસ્ટમાં પહેલા નંબરે સુરેશ રૈના છે. સુરેશે 137.17ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા હતા.