- એકતાનગર ખાતે SoU સત્તામંડળ દ્વારા એકતાનગર પ્રિમિયમ લીગ 2023નું આયોજન
- EPL 2023 માં નર્મદા જિલ્લાની વિવિધ 9 કચેરીઓની ટીમ ભાગ લઇ એકતાનો સંદેશ આપશે
દેશમાં ફરી ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL સાથે ક્રિકેટ ફીવર છવાઈ જવાનો છે ત્યારે 31 માર્ચથી IPL શરૂ થાય તે પેહલા SOU ખાતે ફેબ્રુઆરીના અંતમાં 5 દિવસીય EPL 2023 નું પહેલીવાર આયોજન કરાયું છે. જેમાં નર્મદા જિલ્લાની 9 કચેરીઓની ટીમો 17 મેચ રમશે.
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તારીખ 18 અને 19 તેમજ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન એકતાનગરના વિર ભગતસિંહ પ્રાથમિક શાળાના મેદાનમાં EPL નું આયોજન કરવામાં આવ્યું છે.
SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જીલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતીમાં એકતાનગર પ્રીમિયમ લીગનો પ્રારંભ થશે.
SOU એકતાનગર ખાતે સર્વપ્રથમ વાર SoUADTGA દ્વારા એકતાનગર પ્રિમિયમ લીગ 2023 નું આયોજન મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યુ છે. EPL -2023 માં જીલ્લાની વિવિધ 9 કચેરીઓની ટીમ ભાગ લઇ એકતાનો સંદેશ આપશે. તા. 18,19 અને 24 થી 26 ફેબ્રુઆરી દરમ્યાન એકતાનગરના વિર ભગતસિંહ પ્રાથમિક શાળાના મેદાનમાં કરવામાં આવ્યુ છે. EPL -2023માં જીલ્લાની વિવિધ 9 ટીમો ભાગ લેશે. જેમાં SoU XI, કલેકટર XI, પંચાયત XI, SP XI, નર્મદા નિગમ XI, CISF XI, SRPF XI, GSECL XI અને કોર્ટ XI ભાગ લેશે.

SoUADTGA ના અધિક કલેકટર ધવલ જાની, હિમાંશુ પરીખની ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બેઠકમાં જાની અને પરીખે જણાવ્યુ હતુ કે, SoUADTGA ના CEO અગ્રવાલના વિચાર અને માર્ગદર્શનથી સમગ્ર આયોજન કરવામાં આવ્યુ છે. નર્મદા જીલ્લાની વિવિધ કચેરીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરી તે થકી એકતાનો સંદેશ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
EPL -2023નો ઉદ્ઘાટન સમારોહ 18 ફેબ્રુઆરીના રોજ સવારે 7 કલાકે યોજાશે. જેમાં ભાગ લેનાર તમામ ટીમ પણ ઉપસ્થિત રહેશે. આ ઉદ્ઘાટન સમારોહમાં EPL -2023નો લોગો અને ખાસ તૈયાર કરાયેલ થીમ સોંગ પણ અને ટ્રોફીનું અનાવરણ થશે. પ્રિમિયર લીગમાં 5 દિવસમાં કુલ 17 મેચ યોજાનાર છે. ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીના રોજ યોજાશે.