- 11 કરોડ રૂપિયાના ખેલાડીને 20 લાખની કિંમતના ખેલાડીએ રિપ્લેસ કર્યો….
IPL 2023 પહેલા દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મોટી ડીલ થઈ છે. આ ડીલ તે ખેલાડીના વેપાર સાથે સંબંધિત છે, જેની બોલી કરોડોમાં લગાવવામાં આવી હતી. જે IPL 2022ની મેગા ઓક્શનમાં મોંઘા ભાવે વેચાઈ હતી. આ વખતે દિલ્હી કેપિટલ્સે તેને રિલીઝ કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ રિલીઝ પહેલા તેને ટ્રેડ કર્યો છે.
આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં દિલ્હીએ શાર્દુલને 10.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તો કોલકતાએ અમન ખાનને તેની બેઝ પ્રાઈઝ એટલે કે, 20 લાખ રુપિયામાં જ ખરીદ્યો હતો પરંતુ ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે આ ટ્રેડિંગ જોવા મળી છે.અમન ખાન મુંબઈ ક્રિકેટમાંથી આવનાર ઓલરાઉન્ડર છે. તેણે ગત્ત સિઝનમાં આઈપીએલ ડેબ્યુ કર્યું છે. તો શાર્દુલ ઠાકુરે ગત્ત સિઝનમાં 14 મેચમાં 15 વિકેટ લીધી હતી. જેમાં 36 રન પર 4 વિકેટ લીધી હતી અને તેના કરિયારનું બેસ્ટ પ્રદર્શન પણ કર્યું હતુ. બોલથી શાનદાર પ્રદર્શન કરી શાર્દુલે બેટથી 120 રન બનાવ્યા છે.