Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateIPL 2023 માટે આજે ઑક્શન, આ ખેલાડી પર હશે સૌથી વધુ નજર

IPL 2023 માટે આજે ઑક્શન, આ ખેલાડી પર હશે સૌથી વધુ નજર

  • ઑક્શનમાં 405 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નું બ્યુગલ આજેથી ખરેખર વાગવા જઈ રહ્યું છે. IPL 2023 માટે આજે એક મીની ઑક્શન થશે. આ ઑક્શન કોચીમાં બપોરે 2.30 કલાકે શરૂ થશે. ઑક્શનમાં 405 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. તમામ ટીમો પ્લેયર્સ ખરીદ્યવા માટે ઘણો ખર્ચ કરશે અને ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આ 132 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશના છે. આ ખેલાડીઓમાં 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

ઑક્શનમાં તમામની નજર આ ખેલાડીઓ પર રહેશે

આ વખતે ભારતીય સ્ટાર ખેલાડીઓ અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, મયંક અગ્રવાલ ઉપરાંત વિદેશી ખેલાડીઓ જો રૂટ, કેન વિલિયમસન, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, સેમ કરન, લિટન દાસ, જેસન હોલ્ડર જેવા મોટા નામો મિની ઓક્શનમાં સામેલ થશે. ગત સિઝન સુધી વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદ અને મયંક અગ્રવાલે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું. બંનેને તેમની ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા.

હૈદરાબાદમાં સૌથી વધુ પૈસા છે

સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ખેલાડીઓ ખરીદવા માટે સૌથી વધુ 13 સ્લોટ ખાલી અને સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા બાકી છે. આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ પાસેથી મોટી બોલીની અપેક્ષા મહત્તમ રહેશે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં સૌથી ઓછા 5 સ્લોટ ખાલી છે. પૈસાના સંદર્ભમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ઓછા પૈસા ખર્ચ કરશે કારણ કે તેની પાસે સૌથી ઓછા 7.05 કરોડ બાકી છે અને તેણે 11 ખેલાડીઓ ખરીદવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!