Home News Update Nation Update IPO: 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક…

IPO: 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક…

0

લગભગ 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપીને આશરે રૂ. 1.4 ટ્રિલિયન એકત્ર કરશે. વર્ષ 2021માં ભારતમાં કુલ 63 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.19 ટ્રિલિયન એકત્ર કર્યા હતા જ્યારે 2022માં નવેમ્બર સુધીમાં 33 કંપનીઓએ રૂ. 55,145.80 કરોડ એકત્ર કર્યા છે.

વર્ષ 2022 માં રોકાણકારોએ ભારતીય શેરબજારમાં IPO દ્વારા ઘણા પૈસા કમાયા હતા અને હવે આગામી વર્ષ 2023 માં પણ તેમને કમાણીની વધુ તકો મળશે. નવા વર્ષની શરૂઆતમાં બજારમાં સબસ્ક્રિપ્શન માટે ઘણા IPO આવી રહ્યા છે. પ્રાઇમડેટાબેઝની માહિતી અનુસાર લગભગ 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપીને આશરે રૂ. 1.4 ટ્રિલિયન એકત્ર કરશે. વર્ષ 2021માં ભારતમાં કુલ 63 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.19 ટ્રિલિયન એકત્ર કર્યા હતા જ્યારે 2022માં નવેમ્બર સુધીમાં 33 કંપનીઓએ રૂ. 55,145.80 કરોડ એકત્ર કર્યા છે. 89 IPO ની યાદીમાં એવી કંપનીઓ છે જેમને IPO માટે સેબીની લીલી ઝંડી મળી છે અને હવે મંજૂરીની રાહ જોઈ રહી છે.

કેટલાક IPOએ મજબૂત વળતર આપ્યું હતું
કેટલાક ફંડ મેનેજરો કહે છે કે IPO એ વર્ષોથી મદદ કરી છે. ભારતીય બજારો સમયની સાથે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યાં છે. IDFC મ્યુચ્યુઅલ ફંડના અનૂપ ભાસ્કરે જણાવ્યું હતું કે “છેલ્લા કેટલાક વર્ષોમાં બજારો એકદમ સપાટ બની ગયા છે. હવે 2008ની જેમ HDFC જેવી બેંક શોધવી સરળ નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં IPOમાં તક વધી છે.


IPO માં રોકાણ માટે વધુ ઉત્સાહ
જોકે, રોકાણકારોમાં ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે કારણ કે તે માને છે કે IPOમાં લાંબો સમય મજબૂત વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ IPOમાં રોકાણ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી રહી છે. ઘણી કંપનીઓ આવતા વર્ષે એટલે કે 2023માં IPO લાવવાની તૈયારી કરી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version