Saturday, April 19, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeLifestyleL&T ના ચેરમેન…એ.એમ. નાયક 670 રૂપિયામાં નોકરી શરૂ કરી અને બોસ તરીકે...

L&T ના ચેરમેન…એ.એમ. નાયક 670 રૂપિયામાં નોકરી શરૂ કરી અને બોસ તરીકે નિવૃત્ત થયા…સન્માનમાં કંપનીએ શેરધારકો પર લૂંટાવ્યા પૈસા…

Published By : Parul Patel

એ.એમ. નાયક એક એવું વ્યક્તિત્વ જેમને પોતાનું જીવન આપ્યું L&T કંપનીને. આવતા મહિને જેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તે કોલેજથી જ L&T માં કામ કરવા માંગતા હતા. પરંતુ ઈન્ટરવ્યુ ક્લિયર ન થવાને કારણે તેણે થોડા દિવસ અન્ય કોઈ કંપનીમાં કામ કરવું પડ્યું. જોકે, થોડા સમય બાદ તે L&T પહોંચ્યા. બે વાર અરજી કર્યાં પછી ઓછા પગારે L&Tમાં નિયુક્ત થયા.

એ.એમ નાયકનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. જો કે, તેઓ ​​લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન છે, જે ભારતની સૌથી મોટી બાંધકામ અને ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. L&T તેની કારકિર્દીની લગભગ શરૂઆત હતી. અગાઉ તે ચોક્કસપણે કોઈ કંપનીમાં જોડાયા હતા, પરંતુ તે પણ એટલા માટે કે તે L&Tનો પહેલો ઈન્ટરવ્યુ ક્લિયર કરી શક્યા ન થતા. પરંતુ બીજી વખતની અરજીમાં નાયક 670 રૂપિયા પ્રતિ માસના પગારે જુનિયર એન્જિનિયર તરીકે નોકરીમાં જોડાયા. જો કે, કદાચ તેમને તે સમયે વિચાર્યું ન હતું કે, એક દિવસ તે કંપની ચલાવશે. એક માહિતી અનુસાર, આજે કંપનીની 90 ટકા આવક એ જ બિઝનેસમાંથી આવે છે જે એ.એમ નાયકે શરૂ કરી હતી.

1965માં રૂ.670થી શરૂ થયેલી નાયકની નોકરી એક વર્ષમાં રૂ.1000ના પગાર સુધી પહોંચી. જો કે, તેમણે વિચાર્યું ન હતું કે, તેઓ ઝડપથી સફળતાની સીડી પર ચઢી જશે અને તેમની ક્ષમતાના બળ પર 1999માં કંપનીના સીઈઓ બન્યા. 2017માં L&T ગ્રુપે તેમને તેના ચેરમેન તરીકે જાહેર કર્યા હતા.

નાયક ​​દાનમાં ખૂબ માને છે. તેમણે 2016માં પોતાની 75 ટકા સંપત્તિ દાનમાં આપી દીધી હતી. તેમનું કહેવું છે કે તેમના પુત્ર-પુત્રીઓ વિદેશ છે, પાછા નહીં ફરે તો તેઓ તેમની તમામ સંપત્તિ દાનમાં આપી દેવા માંગે છે. નાયકની કુલ સંપત્તિ હાલમાં 400 કરોડ રૂપિયાની આસપાસ છે. 2022માં તે દેશના ટોપ-10 દાતાઓની યાદીમાં હતા. 2022માં નાયકનો પગાર લગભગ 142 કરોડ રૂપિયા હતો.

તેમની નિવૃત્તિના સમયે કંપનીએ શેરધારકોને તેમના સન્માનમાં વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેમની સેવાના દરેક દાયકા માટે 1 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. આ રીતે, કંપની તેના શેરધારકોને પ્રતિ શેર 6 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. આ ઉપરાંત કંપનીએ અંતિમ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

એ.એમ નાયક આવતા મહિનાની 30મી તારીખે એટલે કે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. નાયકે 670 થી જે નોકરી L&T ગ્રુપમાં ચાલુ કરી તે આજે 142 કરોડથી વધારે પગાર સાથે નિવૃત થશે.

હા…એમનું L&T માં કામ કરવાનું સપનું, મહેનત અને એમની ક્ષમતા રંગ લાવી…અને આજે તેઓ નિવૃત્તિ થવા જઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!