Published by : Vanshika Gor
કોરોના વાઇરસનો કહેર આખા વિશ્વમાં દૂર થયો નથી ત્યાં હવે આફ્રિકી દેશમાં ઇક્વેટોરિઅલ ગિનીમાં નવા વાઇરસ સામે આવ્યો છે. મારબર્ગ વાઇરસના સંક્રમણથી અત્યારસુધી 9 લોકોનાં મોત થઈ ગયા છે અને આ વાઇરસ કોવિડ-19 કરતાં પણ વધુ ખતરનાક છે.
ઇબોલા વાઇરસ જેવા છે મારબર્ગ વાઇરસના લક્ષણ.
ઇક્વેટોરિયલ ગિનીમાં મળેલો મારબર્ગ વાઇરસના લક્ષણો ઇબોલા વાઇરસ જેવા છે અને મોટી સંખ્યામાં લોકો તેનાથી સંક્રમિત થયા છે. મારબર્ગ વાઇરસના સામાન્ય લક્ષણોમાં દર્દીને ઉધરસ અને છાતીમાં દુખાવાની સમસ્યા થાય છે. આ વાઇરસ એટલો ખતરનાક છે કે, જો યોગ્ય સમયે તેની સારવાર ના મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.
WHOએ જાહેર કરી ગાઈડલાઈન.
મારબર્ગ વાઇરસ મળ્યા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી જાહેર કરી છે અને લોકોને સાવધાન રહેવા જાહેર કર્યું છે. WHOએ આપેલાં નિવેદન મુજબ, સંક્રમિત લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઇસોલેટ કરવા અને બીમારીના લક્ષણો દેખાય તેની સારવાર માટે પ્રભાવિત જિલ્લામાં એડવાન્સ ટીમનોને તહેનાત કરવામાં આવી છે.
88 ટકાથી વધુ છે ડેથ રેટ.
મારબર્ગ વાઇરસ ખૂબ જ વધુ ખતરનાક છે અને તેનું સંક્રમણ પછી મૃત્યુદર 88 ટકા થઈ જાય છે. WHOના રિજનલ ડિરેક્ટર ડૉક્ટર માતશિદિસો મોઇતીએ જણાવ્યું કે, મારબર્ગ વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે છે. વાઇરસના પ્રસારને રોકવા માટે WHOને સ્વાસ્થ્ય તાત્કાલિક વિશેષજ્ઞ, સંક્રમણને ફેલાતુ રોકનારી ટીમ, લેબ અને કોમ્યુનિકેશન સપોર્ટ સિસ્ટમ તહેનાત કરી છે.
મારબર્ગ વાઇરસ ચામાચિડિયામાંથી માણસોમાં ફેલાયો છે. જેમાં દરેક કેટલાય લોકો સંક્રમિત થયા છે. અત્યારસુધી આ વાઇરસની સારવાર માટે કોઈ વેક્સિન કે દવા અવેલેબલ નથી. જોકે, યોગ્ય સમયે સારવાર મળવાથી દર્દીનો જીવ બચી શકે છે.